શહેરના ઘોઘારોડ, ગૌશાળાવાળો ટીપી રોડ સીક્સલેન બનાવવામાં નડતર દબાણો, ધાર્મિક સ્થળો હટાવાયા. બાદ એક રામાપીરનું મંદિર હટાવવા મોટ લાંબા સમયથી તંત્ર અને સ્થાનિક રહિશો દ્વારા થઇ રહેલા ઘર્ષણ બાદ આજે ફરીથી મહાપાલિકાનાં એસ્ટેટ વિભાગ, દબાણ હટાવ સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ગયો હતો અને ભાઇ દેકારા – પડકારા બાદ આખરે મંદિરમાંથી રામાપીરની મૂર્તિ બહાર કાઢી મંદિરને તોડી પાડી જગ્યા ખુલ્લી કરાઇ હતી.
શહેરના ઘોઘારોડ પર સીક્સ લેન રોડ બનાવવામાં બાધારૂપ રામાપીરનું મંદિર હટાવવા તંત્ર દ્વારા અનેકવાર પ્રયાસો કરવામાં આવેલ, પરંતુ સ્થાનિક લોકો દ્વારા કામગીરીનો વિરોધ કરી મંદિરમાં આરતી, ધૂન શરૂ કરી દેવાતા અને બહાર નહીં નિકળવાનાં કારણે તંત્ર નાકામીયાબ થયેલ આખરે મંદિર અન્ય સ્થળે બનાવવાનું કહેતા મામલો થાળે પડ્યો હતો. ત્યારે આજે બપોર બાદ એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલનો સ્ટાફ અધિકારી વિજય પંડિતની આગેવાનીમાં ઘોઘારોડ પહોંચ્યો હતો. અને રામાપીરનું મંદિર હટાવવાની કામગીરી શરૂ કરાતાની સાથે જ સ્થાનિક લોકો એક્ઠા થયા હતા અને કામગીરીનો વિરોધ કરી મંદિરમાં ઘૂસી ધૂન બોલાવતા અને દેકારા કરતા વધુ પોલીસ બોલાવાઇ હતી. ત્યારબાદ પોલીસે લોકોને મંદિરમાંથી બહાર કાઢી કામગીરી શરૂ કરાવતા એસ્ટેટ વિભાગે રામદેવપીરની મૂર્તિ સન્માન પૂર્વક બહાર કાઢી જેસીબી વડે મંદિરને તોડી પાડી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.આ સમયે વાતાવરણ તંગ બન્યુ ંહતું. પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્તનાં કારણે કોઇ અઘટીત બનાવ બન્યો ન હતો.