બોલ્ડ અને સેક્સી સ્ટાર ઇશા ગુપ્તા ફરી એકવાર ચર્ચામાં છે. ઇશા ગુપ્તા તેના નવા બોલ્ડ અને સેક્સી ફોટોશુટ્સના કારણે ચર્ચામાં છે. તેના ફોટોના કારણે તે ચાહકોમાં હમેંશા ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર ચર્ચા જગાવી છે. અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે ક્રિકેટર હાર્દિક પંડયા સાથે તે ડેટિંગ પર છે. જો કે આ અહેવાલને સમર્થન મળ્યુ ન હતુ. સોશિયલ મિડિયા પર થોડાક સમય પહેલા હાર્દિક પંડ્યાના સંબંધોની માહિતી વાયરલ કરવામાં આવ્યા બાદ ચર્ચા રહી હતી. જો અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો અભિનેત્રી અલી અવરામ સાથે ડેટિંગ કર્યા બાદ ઇશા તરફ હાર્દિક પંડ્યા આકર્ષિત થયો હતો. સુત્રોના કહેવા મુજબ ઇશા હાલમાં ક્રિકેટર સાથે ડેટિંગ કરી રહી છે. જો કે આને સમર્થન હજુ સુધી મળી શક્યુ નથી. કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે હાર્દિક અને ઇશા જાહેર કાર્યક્રમમાં દેખાઇ રહ્યા નથી. પબ્લિકથી બચવા માટેના પ્રયાસ બંને દ્વારા કરવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો એમ પણ કહે છે કે જાહેરમાં દેખાઇ દેવાના બદલે ઇશા અને હાર્દિક ઇન્ડોર રહેવામાં માને છે અને ક્વોલિટી ટાઇમ સાથે ગાળે છે. બંને એકબીજાની હાજરીમાં વધારે યોગ્ય અને સાનુકુળ અનુભવ કરી રહ્યા છે. ઇશા પાસે કેટલીક ફિલ્મો પણ રહેલી છે. જ્યારે હાર્દિક ઇજાગ્રસ્ત થયા બાદથી રિક્વર થઇ રહ્યો છે. તે ટીમ ઇન્ડિયામાં પરત ફરવા માટે ઉત્સુક છે.
ડેટિંગને લઇને ચર્ચા વચ્ચે કેટલાક અન્ય અહેવાલ પણ આવી રહ્યા છે. કેટલીક વખત ટ્રોલ થઇ હોવા છતા ઇશા ગુપ્તા વારંવાર ફોટોશુટ્સ કરાવીને ચર્ચામાં રહેવા માટે ઇચ્છુક છે. ગ્લેમરની દુનિયામાં કઇ રીતે રહી શકાય તેને લઇને ઇશા સાવધાન રહે છે. આના કારણે તેને ફિલ્મો પણ મળતી રહે છે. ઓફસ્ક્રીન પણઁ તેની ચાહકોમાં સૌથી વધારે ચર્ચા રહે છે.