શહેરના કુંભારવાડા મોક્ષ મંદિર પાસે રસ્તા વચ્ચે જ ઢાંકણા વિનાની ખુલ્લી ગટર છે ત્યાં કોઈ સેવાભાવીએ પુંઠુ મુકીને આડશ કરી છે પરંતુ બાજુમાંથી મોટુ વાહન પસાર થાય ત્યાં પુંઠુ ઉડી જાય તેવી પરિસ્થિતિ છે ત્યારે રાત્રિના સમયે ખુલ્લી ગટરના કારણે અકસ્માત સર્જાવાની ભીતી રહેલી હોય સત્વરે ગટરનું ઢાંકણુ નાખવા લોકમાંગ ઉઠવા પામી છે.