જીતના સિલસિલાને જાળવી રાખવા ભારત સુસજ્જ

540

વર્લ્ડ કપની રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. જેના ભાગરૂપે  હવે આવતીકાલે ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝની સામે રમશે. ભારતીય ટીમ પહેલાથી જ હોટફેવરીટ છે. બીજી બાજુ વિન્ડીઝની ટીમ વર્તમાન વર્લ્ડ કપમાં લડાયક દેખાવ કર્યો હોવા છતાં ટીમ ધારણા પ્રમાણે દેખાવ કરી શકી નથી. માન્ચેસ્ટર ખાતે રમાનારી મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ભારતે વર્તમાન વર્લ્ડ કપમાં કોઇ પણ મેચ ગુમાવી નથી. આવી સ્થિતીમાં તેની પાસેથી ધરખમ દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. રાહુલ પણ જોરદાર દેખાવ કરી ચુક્યો છે. મેચનુ પ્રસારણ બપોરે ત્રણ વાગેથી કરવામાં આવનાર છે.   ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમનાર છે. ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે.  ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.  ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્‌ઝમાં રમાશે. ભારતીય અંતિમ ઇલેવનની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારત સામે દેખાવ સુધારવા માટે સજ્જ દેખાઇ રહી છે.  વેસ્ટ ઇન્ડિઝની ટીમ છ મેચો પૈકી માત્ર એક મેચ જીતી શકી  છે. ચારમાં તેની હાર થઇ છે. ભારતીય ટીમમાં ફેરફાર થઇ શકે છે. બંને ટીમો નીચે મુજબ છે.

ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા,  લોકેશ રાહુલ, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જશપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુદદીપ યાદવ

વિન્ડીઝ : હોલ્ડર ( કેપ્ટન), ફેબિયન એલન, કાર્લોસ બ્રેથવેટ, ડેરેન બ્રાવો, કોટરેલ, ગેબ્રિયલ, ક્રિસ ગેલિ, હેટમાયર, શાઇ હોપ, લેવિસ,  નર્સ, નિકોલસ પુરન, કેમર રોચ, આન્દ્રે રસેલ, થોમસ

Previous articleસેક્સી મૌની રોયને વધુ એક મોટી ફિલ્મ હાથ લાગી ગઇ
Next article’બેટિંગ રણનીતિ’ પર ન ટકી શક્યા, એટલે બે મેચ હાર્યા : ઇયોન મોર્ગન