ઓસ્ટ્રેલિયા વિશ્વ કપના સેમિફાઇનલમાં સ્થાન મેળવનારી પ્રથમ ટીમ બની પરંતુ ફાસ્ટ બોલિંગ આક્રમણના આગેવાન મિશેલ સ્ટાર્કે કહ્યું કે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ નોકઆુટ સ્ટેજ પહેલા કોઈપણ વસ્તુને હળવાશમાં લેવાની ભૂલ ન કરી શકે. ઓસ્ટ્રેલિયાએ મંગળવારે ઐતિહાસિક લોડ્ર્ના મેદાન પર યજમાન ઈંગ્લેન્ડને ૬૪ રનથી હરાવીને અંતિમ-૪મા સ્થાન પાક્કુ કર્યું હતું. સેમીફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બે લીગ મેચ રમવાની છે.
સ્ટાર્કે કહ્યું, ’સેમીફાઇનલ પહેલા ઘણું ક્રિકેટ રમવાનું બાકી છે. અમારે બે મહત્વપૂર્ણ મેચ રમવાની છે પરંતુ ફાઇનલની યજમાની કરનાર લોડ્ર્સમાં રમીને અમને આત્મવિશ્વાસ મળ્યો છે.’
તેણે કહ્યું, ’અમારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ અહીં રમવાનું છે, જે કાંટાનો મુકાબલો હશે. તે શાનદાર ક્રિકેટ રમી રહ્યાં છે. કોઈએ પણ તેના વિશે વધુ ચર્ચા ન કરી અને તે સતત જીતી રહ્યાં છે.’ સ્ટાર્કે મેચમાં ૮.૪ ઓવરમાં ૪૩ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી.
સ્ટાર્કે ડાબા હાથના પોતાના સાથી ફાસ્ટ બોલર જેસન બેહરેનડોર્ફથી પણ પ્રસંશા કરી હતી, જેણે પોતાની બીજી વિશ્વ કપ મેચમાં ૪૪ રન આપીને ૫ વિકેટ હાસિલ કરી હતી. તેણે કહ્યું, ’બેહરેનડોર્ફે શાનદાર બોલિંગ કરી, શાનદાર અને તે ૫ વિકેટ લેવાનો હકદાર હતો અને અહીં લોડ્ર્સમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સારૂ પ્રદર્શન જોઈને ઘણી ખુશી થઈ.