અમેરિકાના વિશેષ વકીલ રોબર્ટ મુલરે ૨૦૧૬માં રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે રશિયાની દખલગીરીના પોતાના અહેવાલ અંગે જુબાની આપવાની તૈયારી દર્શાવી છે. ૧૭ જુલાઈના મુલર હાઉસ જ્યુડિશિયરી એન્ડ ઈન્ટેલિજેન્સ કમિટી સમક્ષ હાજર થાય તે અગાઉ પ્રજા સામે પોતાની વાત રજૂ કરશે. કમિટીના ચેરમેન એડમ શિફે બુધવારે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.
એડમે ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘રશિયાએ ટ્રમ્પને જીતાડવામાં અમેરિકાની લોકશાહી પર હુમલો કર્યો. ટ્રમ્પે પણ રશિયાની મદદ સ્વીકારી હતી. મુલરે જણાવ્યું હતું કે ટ્રમ્પે દરેક અમેરિકનની ચિંતા કરવી જોઈએ અને હવે દરેક અમેરિકન નાગરિક પ્રત્યક્ષ રીતે મુલર પાસેથી હકિકત સાંભળશે.’
૪૪૮ પાનાની રિપોર્ટમા ૭૪ વર્ષીય મુલરે જણાવ્યું હતું કે, ‘રશિયાન લશ્કરના અધિકારીઓએ ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિનટનની ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવા પ્રયાસ કર્યો હતો.’ ૧૮ એપ્રિલની આ રિપોર્ટ કાયદા મંત્રાલયને સોંપવામાં આવી છે. જો કે રિપોર્ટના અંતમાં તેમણે જણાવ્યું છે કે રશિયન દખલગીરી અંગેના પુરતા પુરાવા મળી શક્યા નથી. મુલરની રિપોર્ટમાં ખુલાયો કરાયો હતો કે ટ્રમ્પે રશિયન દખલગીરીની તપાસને નિયંત્રિત કરવા પ્રયાસ કર્યો હતો. તેમણે મુલરને તપાસમાંથી ખસેડવાનો પણ પ્રયાસ કર્યો હતો. મુલરે મેના અંતમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.