રાજુલા નગરપાલિકામાં ભાજપમાં ભુકંપ ન.પા. ચૂંટણીમાં ભાજપના ધુરંધરો પાલિકાના પ્રમુખ સંજયભાઈ ધાખડા, શિક્ષણ ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડા, ઘનશ્યામ જીંજાળા જેવા મહારથીઓ ટીકીટ બાબતે કપાયા. જ્યારે કારોબારી ચેરમેન દિલીપભાઈ જોશીને ૬ નંબરના વોર્ડની ટીકીટ અપાતા બ્રહ્મસમાજ ખુશ થઈ જવા પામ્યો છે.
રાજુલા નગરપાલિકામાં ભાજપમાં ભુકંપ સર્જાયો કે સર્જાશે તે આવનાર સમય બતાવશે પણ હાલ રાજુલા ગઢ પરિવાર જે પેઢીયુથી રાજુલા ગામ ધણી ભોળાબાપુ ધાખડા પરિવાર જેને સવારમાં લોકો હજુ યાદ કરે છે કે, રાજુલા ભોળો ભલો, મહુવા જહીયો જામ દી ઉગેને દેગુ ચડે જેના નઈણા લઈએ નામ, આ ગઢ પરિવાર જે રાજવી પિરવાર જેમ જ રાજુલાની જનતાની સુકાન પણ અગાઉની તારીખે વહેવાર રાખતા આવ્યા છે અને રાજુલાની સુકાન પણ અગાઉ જશુભાઈ ધાખડા, રામકુભાઈ ધાખડા સંભાળતા આવ્યા છે અને તે જશુભાઈના પુત્ર સંજયભાઈ ધાખડા અને કનુભાઈના પુત્ર શિક્ષણ ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડાને આ વખતે ટીકીટમાંથી કપાતા ભુકંપ જેવો માહોલ હાલ પુરતો છવાયો છે. જે સંજયભાઈએ અપક્ષમાંથી પોતાની દાવેદારી તો નોંધાવી જ છે અને નગરપાલિકા કારોબારી ચેરમેન દિલીપભાઈ જોશીને વોર્ડ નં.૬માંથી ભાજપ હાઈકમાન્ડે ટીકીટ ફાળવતા બ્રહ્મસમાજના ૧ર૦૦ મત વિસ્તાર બ્રહ્મસમાજનો જ આવે છે તેની સામે કોંગ્રેસમાંથી ભરતભાઈ સાવલીયા જે કોંગ્રેસના પીઢ નેતા છે તેમજ કોંગ્રેસ અગ્રણી ઘનશ્યામભાઈ લાખણોત્રા સામે ખરાખરીનો ખેલ જામશે પણ દિલીપભાઈ જોશીનું એક જમા પાસુ છે જે વિકાસના કામો બાબતે કરોડો રૂપિયાના ગોકુલનગર-૧ અને ર ફરતો રીંગ રોડ પાકો રસ્તો મંજુર કરાવી કામ પૂર્ણ કરેલ હોવાથી જનતાના હૃદયમાં માનભર્યુ સ્થાન ધરાવે છે તેમજ કુલ રાજુલાના ૭ વોર્ડમાં પ૬ લીગલી રહેશે અત્યારે તો ૭૪ વ્યક્તિઓએ પ્રાન્ત અધિકારી ડાભી, મામલતદાર કોરડીયાની ઉપસ્થિતિમાં ઉમેદવારીપત્રો ભર્યા છે.