અમદાવાદ શહેરના મણિનગર રેલવે ફાટકની સવારે બંન્ને બાજુ ટ્રાફિક જામ થતા ફાટકને બંધ ન કરી શકાયું ન હતું. જેથી ટ્રેક પર આવતી બે એક્સપ્રેસ ટ્રેનોને ૧૦૦ મીટરના અંતરે ૧૦ મિનિટ સુધી ઊભી રાખવાની ફરજ પડી હતી.
ખોખરા નાથાલાલ ઝઘડા રેલવે ઓવરબિજ પર રેતી ભરેલી ટ્રક એકાએક બંધ થઈ જતા મણિનગરથી ખોખરાનો એક તરફનો રસ્તો કલાકો સુધી બંધ થઇ ગયો હતો. જેનાથી તમામ ટ્રાફિક મણિનગર રેલવે ફાટક બાજુ વળતા મણિનગરના ટ્રેક નંબર ૩૦૮ પાસે ટ્રાફિકજામ થઇ ગયો હતો. ટ્રાફિકજામ હોવાથી વાહનોની સતત અવરજવર ચાલુ રહી હતી જેનાથી ફાટકમેન રેલ્વે ફાટક બંધ કરી શકાયું ન હતું. ફાટક બંધ ન થતા વડોદરાથી ઓખા જતી ટ્રેન અને અમદાવાદથી ચેન્નઇ જતી એક્સપ્રેસ ટ્રેનને ફરજિયાત પણે રોકવાની ફરજ પડી હતી. આ રીતે અવારનવાર રેલ્વે ફાટક પર ટ્રાફિક જામ થતો હોવાથી સમયસર ફાટક બંધ કરવામાં ફાટકમેનને મુશ્કેલીઓ પડી રહ્યી છે.