પાલનપુરના અમદાવાદ હાઇવે પરની માઉન્ટ-વે હોટલના ગેસ્ટ હાઉસમાંથી સોમવારે સટ્ટાધામ ઝડપાયું હતુ.જેમાંથી પોલીસે બે સટોડિયાઓને રૂ.૧૦.૭૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
પાલનપુરના અમદાવાદ હાઇવે નજીક માઉન્ટ-વે હોટલ-ગેસ્ટ હાઉસેના રૂમ નં.૧૧૫માંથી સોમવારે વર્લ્ડ કપની અફઘાનિસ્તાન-બાંગ્લાદેશ વનડે મેચ પર સટ્ટાનો અડ્ડો ચલાવી ગ્રાહકો પાસેથી ભાવો મેળવી જુગાર રમી રમાડી રહેલા ભીલવાડા જિલ્લાના તિલકનગર કોલોનીમાં રહેતા મનીષકુમાર રાધેશ્યામજી ખટીક અને પારસકુમાર રાધએશ્યામજી ખટીકને વિધુત ઉપકરણો, મોબાઇલ તેમજ કાર સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૧૦,૭૨,૬૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. પાલનપુરના ઢુંઢીયાવાડી ઘેમરપુરા નજીકથી સોમવારે મોબાઇલ દ્વારા ક્રિકેટનો હાર જીતનો સટ્ટો રમી રહેલા વિજયભાઇ જગદીશભાઇ પરમાર (રહે. ઢુંઢીયાવાડી ઘેમરપુરા દેવ ચેમ્બરની બાજુમાં)ને મોબાઇલ નંગ ૪ સહિત અન્ય મુદ્દામાં મળી કુલ રૂ.૧૪,૫૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.