ઇડર તાલુકાના જાદર ગામની સીમમાં મંગળવારે બપોરે ટ્રક્ટર કેનાલમાં ખાબકતા સાચોદરમાં રહેતા વ્યક્તિનું કરુણ મોત નીપજ્યુ હતું. જાદર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મંગળવારના રોજ બપોરે સાચોદર ગામના જગતસિંહ સરદારસિંહ ઝાલાની ભાગે જમીન વાવતા વાઘજીભાઇ કાનજીભાઇ બળેવીયા (મૂળ રહે. ધોળીયા તા. ઇડર) ટ્રેક્ટર નં.જી.જે-૯-બી.સી-૩૮૭૧ લઇને ખેતર ખેડવા જવાનુ કહીને નીકળ્યા બાદ જાદર ગામની સીમમાં ટ્રેક્ટરનો કાબુ ગુમાવતાં ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યુ હતુ અને વાઘજીભાઇ ટ્રેક્ટરની નીચે દબાઇ જતા તેમનુ કરુણ મોત નીપજ્યુ હતુ. જાદર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.