વિસત હાઈવે પર સ્ટંટબાજી કરનાર યુવકોને રોકવા ગયેલી પોલીસ પર હુમલો, ૬ની ધરપકડ

566

વિસત-ગાંધીનગર હાઈવે પર આવેલા રેસ્ટોરન્ટની બહાર બાઈક પર સ્ટંટબાજી કરી બુમાબુમ કરતા ૬ યુવકોને ચાંદખેડા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસકર્મીઓએ તેઓને રોક્યા હતાં. જેથી આ યુવકોએ પોલીસકર્મીઓ પર હુમલો કરી તેમના શર્ટના બટન ફાડી નાખ્યા હતા. પોલીસે ૬ યુવકોની ધરપકડ કરી છે.

ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતાં મહેન્દ્રસિંહ અને દિનેશભાઇ વિસ્તારમાં ગઈકાલે રાતે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાનમાં વિસત-ગાંધીનગર હાઈવે પર આવેલા રાધે રેસ્ટોરન્ટ પાસે કેટલાક યુવકો બુલેટ અને પ્લસર બાઈક પર સ્ટંટબાજી કરી બુમાબુમ અને ફટાકડા ફોડતા હતા. જેથી તમામ યુવકોએ બોલાચાલી શરૂ કરી હતી. મહેન્દ્રસિંહે અન્ય પોલીસ કર્મીઓને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ૬ જેટલા યુવકોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. તમામ યુવકો બાઈક લઈ ભાગવા જતા તેઓ નીચે પટકાયા હતા. બે યુવકોને હાથે ઇજા પણ થઈ હતી. પોલીસે પિયુષ વાઘેલા (૧૯), મિલન વાઘેલા (૨૩), નિખિલ વાઘેલા (૨૩), પ્રવીણ વાઘેલા (૪૪), હર્ષ રાઠી (૨૩) અને ચેતન પારઘી (૧૯)ની ધરપકડ કરી હતી.

Previous articleઅમીરગઢ પોલીસ પર ૩ રાઉન્ડ ફાયરિંગ કેસ, શકમંદ ભાગેડૂની લાશ મળી
Next articleએરપોર્ટ પર સિક્યુરિટી ગાર્ડ કારને લોક કરી રસીદ આપ્યા વગર ૧ હજાર ખંખેરે છે