મોદી શુક્રવારે ટ્રમ્પને મળશે

373

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારના દિવસે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. જી-૨૦ની શિખર બેઠક જાપાનમાં ઓસાકા ખાતે યોજનાર છે ત્યારે આ બેઠકમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે વાતચીતનો તખ્તો તૈયાર થઇ ચુક્યો છે. જાપાન-અમેરિકા-ભારતની આ બીજી બેઠક યોજાઈ રહી છે. આ બેઠક પહેલા ઓસાકામાં વાતચીતને લઇને તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આ લીડરો છેલ્લે જી-૨૦ શિખર બેઠકના ભાગરુપે બ્યુનોસએરમાં મળ્યા હતા. જો કે, મોદીએ એમ પણ કહ્યું છે કે, વાતચીત માટેની રુપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. મોદી ગુરુવારના દિવસે ચીન અને રશિયાના પ્રમુખને મળવા માટે આશાવાદી બનેલા છે. ટ્રમ્પ સાથેની બેઠક પહેલા આ વાતચીતને પણ ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. મોદી અને ટ્રમ્પ નવેમ્બર ૨૦૧૭માં મનીલામાં મળ્યા હતા તે ગાળામાં પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત પણ યોજાઈ હતી.

મોદી હવે આવતીકાલે ગુરુવારના દિવસે રશિયા અને ચીનના પ્રમુખને મળશે. નવેમ્બર ૨૦૧૭માં દ્વિપક્ષીય બેઠક યોજાઈ ત્યારે પ્રતિનિધિસ્તરની બેઠક યોજાઈ હતી. ત્યારબાદથી જી-૨૦ની બેઠક દરમિયાન યોજાનારી આ વાતચીત ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ છે. જાપાન, અમેરિકા અને ભારત વચ્ચેની આ ત્રિપક્ષીય બેઠક પહેલા વિશ્વના દેશો આશાસ્પદ દેખાઈ રહ્યા છે. એકબાજુ અમેરિકાના ચીન સાથેના વેપાર યુદ્ધને લઇને વિશ્વના દેશો ચિંતાતુર દેખાઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ ઇરાન અને અમેરિકા વચ્ચેના મતભેદો પણ સપાટી ઉપર આવ્યા છે. આ તમામ મુદ્દા ઉપર ઓસાકા બેઠકમાં ચર્ચા કરવામાં આવનાર છે. વડાપ્રધાન મોદી જી-૨૦માં ભાગ લેવા માટે રવાના થઇ રહ્યા છે. તેમની ચીન અને રશિયાના પ્રમુખ સાથેની વાતચીતને પણ ખુબ ઉપયોગી ગણવામાં આવે છે.

Previous articleરાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં લઇને ભારત નિર્ણય કરશે : જયશંકર
Next articleવિપક્ષને EVM પર ઠીકરૂ ફોડવાની બીમારી : મોદી