સંસદના મોનસૂન સત્રના ૧૦માં દિવસ વડાપ્રધાન મોદીએ જોરદાર ભાષણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર યોજાયેલી ચર્ચા બાદ વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં જવાબ આપ્યા હતા. પીએમ મોદીએ આ ભાષણમાં લોકસભાની ચૂંટણીનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ ઇવીએમના મુદ્દે કોંગ્રેસને આડેહાથે લીધી હતી તેમણે કહ્યું કે વિપક્ષને ઇવીએમ પર ઠિકરું ફોડવાની બીમારી લાગી છે.
પીએમ મોદીએ કહ્યું, હાર થયા બાદ માણસે ભૂલ કબૂલ કરવી જોઈએ પરંતુ અહીંયા તો કેટલાક લોકો તો હારની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી પરંતુ હારનું ઠિકરું ઇવીએમ પર ફોડવા તૈયાર થાય છે. શું વાયનાડ અને રાયબરેલીમાં હિંદુસ્તાન હારી ગયું હતું? કોંગ્રેસ હારી તો શું દેશ હારી ગયો? અહંકારની હદ હોય છે. આ પ્રકારની ભાષા બોલવી દેશના મતદારોનું અપમાન છે. પીએમ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ સરદાર સાહેબને ગુજરાતમાં યાદ કરે છે, પોસ્ટરમાં સ્થાન આપે છે પરંતુ દેશમાં ભૂલી જાય છે. હું અપીલ કરૂ છું કે તમારા નેતા છે, દેશના પ્રથમ ગૃહમંત્રી હતા ક્યારેક તો સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લો, હું કોંગ્રેસને અપીલ કરીશ કે સ્ટેચ્યૂ ખાતે ઝ્રઉઝ્રની મીટિંગ કરે.
બહેન દિકરીઓએ ઉત્સાહભેર કર્યુ, પુરૂષોનું અને મહિલાઓના મતદાનમાં ઝીરો ટકા અંતર છે. ૭૮ મહિલાઓ જીતી આવ્યા છે. તમામ ખૂણે બહુમત સાથે ભાજપ અને એનડીએ જીતી આવ્યા છે. જેમના સ્વપ્નો ચુર ચુર થઈ ગયા છે, તે દેશના લોકોનું અભિવાદન નહીં કરી શકે પરંતુ હું દેશના લોકોનું અભિવાદન કરૂ છું. શીશ જુકાવીને હું અભિનંદન કરવા માંગું છુ.
ઇવીએમ અંગે સવાલો ઉઠાવવામાં આવે છે, અમે ૨ જ જણા હતા અમે એટલા ખરાબ દિવસો જોયા છે. અમારો દેશની જનતા પર વિશ્વાસ કર્યો,અમે પુલિંગ બૂથ કેપ્ચર થયા તેવો આક્ષેપ નહોતો કર્યો. જ્યારે પોતાના વિશ્વાસ ન હોય અને સામર્થ્યનો અભાવ હોય તે બહાના શોધે છે. પોતાની ભૂલોને સ્વીકારવાની તૈયારી નથી તે ઇવીએમ પર ઠીકરૂ ફોડે છે.
પીએમ મોદીએ રાજ્યસભામાં કહ્યું કે એક દેશ એક ચૂંટણીનો મુદ્દો દેશમાં ચર્ચાવો જોઈએ. પરંતુ અમુક લોકો ભય ઊભો કરી રહ્યા છે, જો દેશમાં એક જ ચૂંટણી થશે તો પ્રાદેશિક પક્ષો પતી જશે પરંતુ લોકસભા સાથે જ્યાં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યાં પ્રાદેશિક પક્ષોની જીત થઈ છે.