ગુજરાતભરમાં પણ વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધીમીથી લઇને મધ્યમગતિએ વરસાદ પડ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ચાર કલાકમાં અઢી ઇંચતી વધુ વરસાદ થયો છે. સવારમાં રાજ્યના ચાર તાલુકાઓમાં ઝરમર વરસાદ થયો હતો જ્યારે ભરુચ, બનાસકાંઠા, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ઝરમર ઝાપટા પડ્યા હતા. ભારે વરસાદ માટેની ચેતવણી જારી કરવામાં આવી નથી પરંતુ વરસાદ જારી રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને તાપીમાં ભારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના જુનાગઢ અને જામનગરમાં ભારે વરસાદ થયો છે. આજે ચાર કલાકમાં ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકામાં ૬૦ મી.મી એટલે કે અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લાના બાબરા તાલુકામાં ૨૮ મી.મી., સુરત સીટીમાં ૧૯ મી.મી. ગીર સોમનાથ જિલ્લાનાં તાળાલામાં ૧૦ મી.મી. વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત અમરેલી, લાઠી, મહુવા અને અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટા એટલે કે અડધા ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૯૦ મી.મી. એટલે કે પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના ૩૧ જિલ્લાઓના ૧૪૭ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ૩૦ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
૨૯ તાલુકાઓમાં અડધા ઇંચથી અક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૬ જુન ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાત ઝોનના છ જિલ્લાઓ પૈકી ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં ક્યાંય વરસાદ પડ્યો નથી. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં ૧૭ મી.મી., હારીજ તાલુકમાં ૮ મી.મી, અને સમી તથા સાંતલપુર તાલુકામાં ૩ મી.મી. જેટલો વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને કાંકરેજ તાલુકામાં ૨૬ મી.મી., દાંતા તાલુકામાં ૪૭ મી.મી., ભાભરમાં ૨૫ મી.મી., પાલનપુરમાં ૨૩ મી.મી., અમીરગઢમાં ૧૭ મી.મી., લાખણીમાં ૧૨ મી.મી., ડિસામાં ૧૦ મી.મી., ધાનેરા અને સૂઇગામમાં ૫ મી.મી.થી ઓછો વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં ૨૪ મી.મી., વડાલી તાલુકામાં ૪ મી.મી. વરસાદ વરસ્યો છે.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ૧૧ મી.મી. અને મેઘરજમાં ૮ મી.મી. વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લાના ભૂજ તાલુકામાં ૬૨ મી.મી. એટલે કે અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ૩૦ મી.મી., મૂળીમાં ૧૨ મી.મી. અને ચોટીલામાં ૧૧ મી.મી. અને રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકામાં ૪ મી.મી. સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. મોરબી જિલ્લાના વાંકાનેરમાં ૪૦ મી.મી. અને મોરબી તાલુકામાં ૧૫ મી.મી., જામનગર જિલ્લાના લાલપુરમાં ૬૯ મી.મી. અને ધ્રોલ તાલુકામાં ૫૮ મી.મી., પોરબંદર જિલ્લાના કુતિયાણામાં ૪૪ મી.મી. અને રાણાવાવમાં ૧૦ મી.મી. વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત જૂનાગઢ જિલ્લાના કશોદમાં ૫૫ મી.મી., માળીયા અને માણાવદરમાં ૬૩ મી.મી., મેંદરડામાં સૌથી વધુ ૯૦ મી.મી. અને વિવાવદરાં ૩૦ મી.મી. વરસાદ વરસ્યો છે. ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ૨૪ મી.મી. અને ગીરગઢઠામાં ૧૪ મી.મી., અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ૧૨ મી.મી. જયારે ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકામાં ૫૨ મી.મી., ઘોઘા તાલુકામાં ૧૬ મી.મી. અને તળાજામાં ૧૩ મી.મી., તેમજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં ૧૦ મી.મી. વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત ઝોનના ભરૂચનાં અંકલેશ્વરમાં ૧૮ મી.મી, ભરૂચ તાલુકામાં ૩૫ મી.મી., જંબુસરમાં ૨૫ મી.મી., હાંસોટમાં ૧૩ મી.મી., નેત્રાંગમાં ૪૦ મી.મી. અને ઝગડીયામાં ૧૬ મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ૬૪ મી.મી, ગરૂડેશ્વરમાં ૩૩ અને તિલકવાડામાં ૧૫ મી.મી. વરસાદ વરસ્યો છે. તાપીના સોનગઢમાં ૬૭ મી.મી, વાલોદમાં ૩૪ મી.મી અને દોલવાણ તાલુકામાં ૨૦ મી.મી., સુરત જિલ્લાના ઓલપાડ, ઉમરપાડા અને માંડવી તાલુકામાં ૧૬ મી.મી., સુરત સીટી અને ચોર્યાસીમાં ૬ મી.મી તથા બારડોલીમાં ૭ મી.મી અને પલસાણા તાલુકામાં ૨૬ મી.મી. જેટલો વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લામાં વાંસદામાં ૧૭ મી.મી. અને ગણદેવીમાં ૮ મી.મી. જ્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૧૩ મી.મી., ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ૭ મી.મી. વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાત ઝોનના તમામ આઠ જિલ્લાઓ પૈકી અમદાવાદમાં ઝરમર વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત આણંદનાં આંકલાવમાં ૨૨ મી.મી, આણંદ તાલુકામાં ૨૬ મી.મી., બોરસદમાં ૧૭ અને પેટલાદમાં ૧૬ મી.મી. અને વડોદરા જિલ્લાનાં કરજણમાં ૨૯ મી.મી., સાવલી અને વડોદરા તાલુકામાં ૧૮ મી.મી., વાઘોડીયામાં ૨૩ મી.મી., સિનોરમાં ૧૬ મી.મી. અને ડભોઇમાં ૧૦ મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે ખેડા જિલ્લના કપડવંજમાં ૪૮મી.મી. અને મહેમદાવાદમાં ૧૫ મી.મી., પંચમહાલ જિલ્લાના મોરવા-હડફ તાલુકામાં ૭ મી.મી., ઘોઘંબા, હાલોલ અને કાલોલમાં ૧૦ મી.મી, અને ગોધરામાં ૮ મી.મી વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં વરસ્યો છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ૭ મી.મી, દેવગઢ બારિયામાં ૭ મી.મી, સિંગવડમાં ૧૪ મી.મી. અને સંજેલીમાં ૧૦ મી.મી. વરસાદ વરસયો છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ૬ મી.મી., સંખેડા તાલુકામાં ૨૯ મી.મી., બોડેલીમાં ૧૧ મી.મી. વરસાદ વરસ્યો છે.