તળાજાના ફુલસર વાવડી ગામે સરતાનપરના આધેડનો આપઘાત

1336

તળાજા ના ફુલસર વાવડી ના પાટીયા પાસે બાપાસીતારામ ની મઢુલી પાસે તળાજા ના ગોપનાથ રોડ પર લક્ષમીનગર મા રહેતા મનાભાઈ ઘુસાભાઈજાદવ નામના વ્યક્તિએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી  જવા પામી હતી (મથુર ચૌહાણ દ્વારા બોરડા) વધુમાં ઘટના ની માહિતી મળતા તળાજા તાલુકાના ના માજી પ્રમુખ ના પતિ વાલજીભાઈ અને બાંધકામ ખાતાના ચેરમેન ગૌતમભાઈ ચૌહાણ અને નજીક ના સરપંચ દોડી ગયા હતા અને પોલીસ ને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લાશ ને નીચે ઉતારી તળાજા રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી હતી હોસ્પિટલમાં આગેવાનો ના ટોળા ઉમટી પડ્યા હતા વધુ મા બાંધકામ ખાતાના ચેરમેન ગૌતમભાઈ ચૌહાણ ના જણાવ્યા મુજબ મનાભાઈ મુળ સરતાનપર ગામના છે અને સંતાન મા દિકરી અને દિકરો છે અને આર્થિક સકડામણ હોઈ શકે  આપઘાત નુ કારણ જાણવા નથી મળયુ પોલીસ તપાસ કરી રહી છે અને તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જરૃરી તપાસ હાથ ધરી હતી તેમ જણાવ્યું હતું  અને પરીવાર નોધારો બની ગયો છે તેમ જણાવ્યું હતું.

Previous articleબાબરામાં બેઈચ વરસાદથી નદી વિસ્તારમાં ભરાતી બુધવારી બઝારના વેપારીઓ મુંઝાયા
Next articleનિંગાળા પ્રા.શાળાનાં ધો.૧ થી ૪ના વર્ગો બંધ કરાતા વાલીઓ ભૂખ હડતાલ ઉપર