એક બાજુ સરકાર બેટી બચાઓ બેટી પઢાઓ ની વાતો કરે છે ત્યારે એનાથી બિલકુલ વિપરીત પરિસ્થિતિ જોવા મળી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નિંગાળા ગામે રેલવે સ્ટેશન પાસે આવેલ પ્રાથમિક શાળા ના ધોરણ ૧ થી ૪ ના તમામ વર્ગો ને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા છેલ્લા ૧૦ દિવસ થી બંધ કરવામાં આવેલ જેનાં વિરોધ મા ગ્રામજનો વિદ્યાર્થીઓ વાલીઓ સહિત ના લોકો બેઠા ભૂખ હડતાળ પર ઉતર્યા છે.
ગઢડા તાલુકાના નિંગાળા ગામે છેલ્લા ૧૦ દિવસ થી સ્ટેશન પાસે આવેલ પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૪ ના તમામ વર્ગો સંખ્યા ઓછી હોવાનું કારણ દર્શાવી સરપંચ દ્વારા લેખિત માં રજૂઆત કર્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આદેશ કરાયા બાદ બંધ કરવામાં આવેલ જેનાં વિરોધ માં સમગ્ર ગ્રામજનો વિદ્યાર્થીઓ સહિતના વાલીઓ શાળા પર ભૂખ હડતાળ પર ઉતરી આવ્યા હતા.
નિંગાળા ગામ ના સરપંચ દ્વારા સંખ્યા ઓછી હોવાનું કારણ દર્શાવી શાળા બંધ કરી બીજે મર્જ કરવાની માંગણી બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આદેશ થયા નો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો, જ્યારે નાના નાના ભૂલકાઓ રોજ શાળા એ જાય છે અને તાળા જોય પરત આવી રહ્યા છે ત્યારે વાલીઓ દ્વારા બાળકો ના શિક્ષણ અને ભવિષ્ય ને લઈ ચિંતા થવા પામી છે.
શાળા ના તમામ વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે સરકાર તેમજ તંત્ર ના અધિકારીઓ કરી રહ્યા હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ લગાવાયો છે.
આગામી ટૂંક સમયમાં શાળા શરૂ નહીં કરવામાં આવે ત્યાં સુધી વાલીઓ સહિત બાળકો બેસી રહેશે ભૂખ હડતાળ પર અને જરૂર પડ્યે ગાંધીનગર સુધી આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.