રાજસ્થાન સ્થિત દાતા પરિવાર દ્વારા બેલા ગામની સંસ્થા સહિત શાળામાં વસ્ત્રદાન

549

તળાજા તાલુકામાં રાજસ્થાન સ્થિત વડેરા પરિવાર દ્વારા જરૂરીયાત મંદ નવસો ઉપરાંત વિદ્યાર્થીઓને નવા તૈયાર કપડાં વિના મૂલ્યે ભેટ આપવામાં આવ્યા હતા. શાળાઓમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી બહેનો – ભાઇઓને જોધપુરના સોહનલાલ અને સુમિત્રાદેવી વડેરા દ્વારા આ નમૂનેદાર કાર્ય કરવામાં આવ્યું છે. તાજેતરમાં ડાંખરા વિદ્યાલય બેલા તથા ફુલસર પાવઠી ગામની વ્રજભૂમિ વિદ્યાલય તેમજ તળાજાની દિનદયાળ નગર પ્રા.શાળા અને દકાના પ્રા.શાળાનાં બાળકોને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું.

નોંધનિય છે કે આ દાતા પરિવાર દ્વારા પાલીતાણા, તળાજા તેમજ મહુવા તાલુકાની શાળાઓમાં ત્રણ હજાર ઉપરાંત રેડીમેઇડ નવા કપડાં ફાળવવામાં આવ્યા છે. પ્રતિવર્ષ વડેરા પરિવાર દ્વારા આ સરાહનિય કામ થાય છે. કપડાં વિતરણ વેળાએ તળાજા તાલુકામાં લક્ષ્મણભાઇ કામળિયા વગેરે સહયોગી રહ્યા હતા.

Previous articleસોનગઢની બે સગ્ગી બહેનો રાજકોટ ખાતે સ્કીલ એવોર્ડથી સન્માનિત
Next articleપ્રાથમિક શિક્ષકોનાં પડતર પ્રશ્નો ઉકેલવાની રજૂઆત