વિકાસના કામો થતા હવે સીદસરનું પરિવર્તન થશે : ધીરૂભાઇ ધામેલીયા
ભાવનગર મહાપાલિકા દ્વારા હવે સિદસરના અનેક વિધ વિકાસના કામો થઇ રહ્યા છે. વાઘાવાડી જેવા રોડ રસ્તા પાણીની સુવિધા લોકોને પ્રાપ્ત થશે. વિકાસના કામોની ગતિ વધતા હવે સીદસરનું પરિવર્તન થશે. સેવા સદન ભાજપ કાર્યાલય ખાતે કારોબારીના જાગૃત નગરસેવક ધીરૂભાઇ ધામેલીયાએ પત્રકારો જોડે વિકાસ કામોની કેટલીક વાતોમાં ઉલ્લેખ કરી લોકોના પ્રશ્નોને શાસકો દ્વારા ટોચ અગ્રતા અપાય રહ્યાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આરોગ્યમાં થયેલ ભરતીમાં પ્રતિક્ષા યાદીના ઉમે.ને સર્ટી સાથે બોલાવ્યા
મહાનગરપાલિકાના પ્રા.આરો.કેન્દ્ર યુએસસીના વિભાગમાં ૧૦૬ની ભરતી કરેલ જેમાંથી ૧૪ વ્યક્તિઓ હાજર થયેલ નહીં. ચાર ખાલી પડેલ જગ્યા પર પ્રતિક્ષાયાદી પૈકીના ઉમે. તા.૨૭-૦૬ અને ૨૮-૦૬ ના રોજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવ્યાનું જાણવા મળે છે.
લોકસભા ચૂંટણી સેવાસદનના કર્મીઓનેે હજી મહેનતાણું મળ્યું નથી : કર્મીઓની રજુઆત
લોકસભાની ચૂંટણી વેળા ચૂંટણીના કામ અંગે સેવાસદનના કર્મચારીઓને પણ જુદી જુદી કામગીરીઓ સોંપાયેલ પાછળ આવા મહાનગરપાલિકાના કર્મચારીઓને વધારાનું મહેનતાણું અપાવું જોવે તે ન અપાતા આજે કેટલીક કર્મ.ઓએ તંત્રને ફરિયાદ કરી મહેનતાણું આપવાની માંગણી કરી છે.
નગર શિક્ષણ કમિટી ચેરમેનની ચૂંટણી તા.૬ના રોજ મળનારી બેઠક
ભાવનગર મહાપાલિકા પ્રાથમિક નગર શિક્ષણ સમિતિના ચેરમેન ડે.ચેરમેનની તા.૦૬-૦૭ ના રોજ શિક્ષણ કચેરી ખાતે ચૂંટણી થશે. આ માટે તંત્રે સભ્યોને પરિપત્ર મોકલી દેવામાં આવ્યાનું જાણવા મળે છે. ચેરમેન પદના ઉમેદવારોમાં આજે સેવાસદન ખાતે નિલેષભાઇ રાવળ અને કમલેશભાઇ ઉલવા અને ચૂંટણી મુદ્દે ઘણાં નગર સેવકો સાથે ચર્ચમાં ગુંથાયા જોવા મળેલ નિલેશભાઇ રિપેેટની વાત પણ ઘણાં સેવકો કરી રહ્યા છે.
સ્ટેન્ડીંગ કમિટીની ૨૮મીએ બેઠક ૨૮ જેટલા તુમારો રજુ થશે
ભાવનગર મહાપાલિકા સ્ટેન્ડીંગ કમિટીની બેઠક તા.૨૮મીના રોજ ચેરમેન યુવરાજસિંહ ગોહિલના અધ્યક્ષપદે મળશે. આ બેઠકમાં ૨૮ તુમારો રજુ થયા છે. તેમાં ખાસ કરીને કર્મચારીઓને નોકરી પછી અવસાન મુદ્દે આશ્રિત કુટુંબનો ઉચ્ચક નાણાંકિય સહાય, મુખ્યમંત્રી શહેરી સડક યોજના, લીલા સર્કલ રોડ દત્તક રોડ રસ્તા, શહેરી સડક યોજના, લીલા સર્કલ રોડ દત્તક, રોડ રસ્તા, સ્વીંગ બાથ, રસ્તાને બાઇડનીંગ રખડતા બીનવારસી પશુઓ, રોડના વાર્ષિક ભાવો વિગેરે ૨૮ તુમારો રજુ થયા છે. ઘરની વખતની જેમ સભ્યો કમિટીમાં પ્રશ્નોની રજુઆત માટે તૈયારી કરી રહ્યા છે.
વડવા-અ વોર્ડનો રાઉન્ડ લેતા આરો.કમિટીના રાબડીયા
ભાવનગર મહાપાલિકા આરોગ્ય કમિટી ચેરમેન રાજુ રાબડીયાએ વડવા અ વોર્ડનો રાઉન્ડ લઇને સફાઇની કામગીરીનું નિરીક્ષણ કર્યાની વિગત આપી. રાજુભાઇ એ કહ્યું કે આરોગ્ય વિભાગની મોટાભાગની વોર્ડ ઓફીસો જર્જરીત છે. રિપેર રિનોવેશન કરવાની જરૂર છે. અગાઉ પત્ર લખી માંગણી કરેલ છતાં બીજીવખત તંત્ર પાસે માંગણીનો પત્ર લખું છું. આવી કામગીરી ઝડપથી થાય તેવી માંગણી છે. તેમણે વડવા અ વોર્ડનો રાઉન્ડ લઇને સફાઇકામનું નિરીક્ષણ કર્યાની બાબત જણાવી આવા રાઉન્ડો લેવાની શરૂઆત કર્યાની બાબતો ઉલ્લેખ કર્યો હતો.