ભાવનગર જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે ઘોગા તાલુકાના વાળુકડ ગામમાં વિજળી પડવાની ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક મહિલાને સારવાર અર્થે ભાવનગર હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભાવનગ શહેર અને જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગારિયાધાર, પાલિતાણા, વલ્લભીપુર પંથકમાં વરસાદ પડ્યો હતો. બપારના સમયે પણ વાદળોની જમાવટ સાથે ઘોઘા સહિતની દરિયાઇ કાંઠાના વિસ્તારમાં વિજળીના ચમકારા સાથએ વરસાદ માહોલ જોવા મળ્યો હતો. આ દરમ્યાન વાળુકડ ગામમાં છગનભાઇની વાડીમાં વિજળી પડતા વાડીમાં કામ કરતાં હંસાબેન જીવરાજભાઇ સુતરીયા નામની વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે રમાબેન ભીખાભાઇને ગંભીર હાલતે ભાવનગરની હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ. આમ ચોમાસાના પ્રારંભ સાથે જ વિડળી પડવાનાં બનાવો શરૂ થયા છે.