ગઈકાલના રોજ વિછીયા તાલુકાનું ગઢાળા ગામના રહીશ મહેશભાઈ બધા ભાઈ રાઠોડ ઉમર વર્ષ ૨૮ તે રાત્રે તેમને શેરીમાં મિત્રો સાથે બેઠા હતા તે દરમિયાન વોશરૂમ ગયેલા ત્યાંથી તેમને જમણા હાથમાં સર્પદંશ થતાં કોબરા સાપ તેઓ પહેલા બોટાદમાં સોનાવાલા હોસ્પિટલમાં ગયેલા ત્યાંથી તેમને આગળ ભાવનગર સર ટી હોસ્પિટલમાં જવામાં કહેલ કે તેઓ તેમના પ્રાઇવેટ વાહન માં જતા હતા તે દરમિયાન વલભીપુર પાસે તેમની પરિસ્થિતિ ગંભીર થતા તેઓએ વલભીપુરની ૧૦૮માં ફોન કરેલ વલભીપુર ૧૦૮ ના ડોક્ટર નિલેશ રામાનુજ અને પાયલોટ ફીરોજભાઈ કોઠારીયા હતા હોય એમને ભાવનગર લઈ જતા હતા તે દરમિયાન રસ્તામાં જોખમી ગંભીર પરિસ્થિતિ થતા તેઓને એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી તમામ સારવાર અને ઓક્સિજન સાથે આગળની સારવાર આપેલ અને ભાવનગર સર ટી હોસ્પિટલમાં તેમને એડમીટ કરવામાં આવેલા અને તેની સ્થિતિ જોખમ બહાર છે.