ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર બાંધકામ દુર કરવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના રૂવાપરી રોડ પર મંજુરી વગર ચણવામાં આવેલ બિલ્ડીંગને તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે તંત્રએ બે દિવસની મહેતલ આપી હતી.
ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ થયેલ ગેરકેયદબાંધકામ તોડી પાડવા અંગેની ઝુંબેશ શરા કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ે શહેરના રૂવાપરી રોડ પર મંજુરી વગર તૈયાર કરવામાં આવેલ મધર પેલેસ નામની બિલ્ડીંગને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે આ સ્થળે રહેતા ફાતમાબેન મમુભાઇ રવજાણીની તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તંત્રએ બિલ્ડીંગમાં આવેલ એક ફ્લેટના રૂમને સીલ કરીને મંજુરી અંગેના જરૂરી કાગળો બે દિવસમાં રજુ કરવા મહેતલ આપી હતી. મહાપાલિકા તંત્ર દ્વારા શહેરના ક્રેસન્ટ વિસ્તારમાં સંજરી હોલ નામની બિલ્ડીંગ પણ ગેરકાયદેસર રીતે તૈયાર થઇ હોય, તેને તોડવાની કામગીરી હાથ ધરી હતી. જો કે હોબાળો થતાં આગેવાનો પણ આવી પહોંચતા તંત્રએ ડિનોલેશન કાર્યવાહી સ્થગીત કરી હતી. આમ ગેરકાયદે દબાણો હટાવવા ગયેલું તંત્ર ખાલી હાથે પરત કર્યું હતું.