ગુગલ, ફેસબુકે ૧૦,૦૦૦ કરોડ રૂપિયા બનાવી લીધા

464

ભારતમાં ટેક્સ તરીકે ગુગલ, ફેસબુક દ્વારા ૨૦૦ કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા છે જ્યારે ગુગલ અને ફેસબુક દ્વારા ૧૦૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવ્યા છે. મોદી સરકાર આ કંપનીઓને વધુ રાહત આપવા માટે ઇચ્છુક છે. ભારતીય યુઝરો પાસેથી ડેરિવ રેવન્યુની યોજના શરૂ કરવામાં આવી છે. વિશ્વભરમાં ઘણા બધા દેશો ટેક્સ ડિજિટલ કંપનીઓને લઇને આશાવાદી બનેલી છે. મોદી સરકાર એવી કંપનીઓને કોર્પોરેટ ટેક્સની જાળમાં લાવવા માંગે છે જે જંગી નાણાં ચુકવી શકે છે. ઇન્કમ ટેક્સ એક્ટની કલમ ૯માં સુધારા કરવામાં આવી રહ્યા છે. ફાઈનાન્સ બિલ ૨૦૧૮માં ઇન્કમટેક્સ એક્ટની કલમ ૯માં સુધારા કરવામાં આવી ચુક્યા છે જેને આ વર્ષે પહેલી એપ્રિલથી અમલી કરવાનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. આના પરિણામ સ્વરુપે વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી કંપનીઓ પણ વધુ પ્રમાણમાં ટેક્સ ચુકવવા માટે આગળ આવશે. હાલમાં જે નાણાં ટેક્સ રુપે ચુકવવામાં આવી રહ્યા છે તેના કરતા વધારે નાણાં ચુકવવામાં આવશે. મોદી સરકાર બીજી અવધિમાં સતત બીજી વખત પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવ્યા બાદ કરવેરાની દિશામાં સાવચેતીપૂર્વક આગળ વધી શકે છે.  બહુરાષ્ટ્રીય ટેક્સ સમજૂતિને પણ ટ્રીબ્યુનલે લીલીઝંડી આપી દીધી છે. આગામી દિવસોમાં ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓનો ભારતમાં ટેક્સરુપે વધુ નાણાં ચુકવવાની ફરજ પડી શકે છે જ્યારે ગુગલ અને ફેસબુક દ્વારા ભારતમાં ઓછા ટેક્સ ચૂકવીને પણ ૧૦૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરી દીધા છે. ભારતીય રિઝર્વ પાસેથી રેવેન્યુ એકત્રિત કરવામાં મોટી કંપનીઓ આગળ રહી છે પરંતુ આવી કંપનીઓને ટેક્સની જાળમાં આવરી લેવાશે.

Previous articleઆરોગ્ય વિમા માટે કરમુક્તિ મર્યાદાને વધારવા ફરી અપીલ
Next articleF&Oની પૂર્ણાહૂતિ વચ્ચે સેંસેક્સ અને નિફ્ટીના શેરમાં ઉથલપાથલ