નર્સિંગની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી

901

તાપીના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામની કોંકણી સંધ્યાબેન ભરતભાઇ ભાન્ડુની એલસીઆઇટી કોલેજમાં બીએસસી નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને કોલેજમાં આવેલી હોસ્ટેલના રૂમ નં.૧૦૨માં રહેતી હતી. સવારે સંધ્યા કોલેજ ગઇ હતી, રિશેષમાં પરત રૂમમાં આવી બપોરે સવા બેથી સાડા ત્રણ વાગ્યા વચ્ચે અગમ્ય કારણોસર રૂમના પંખા ઉપર દુપટ્ટો ભરાવી આપઘાત કરી લીધો હતો. રિશેષ બાદ કોલેજમાં નહીં આવતાં તેની બહેનપણીઓ સંધ્યાને શોધવા જતાં રૂમનો દરવાજો બંધ હોઇ બારીમાં નજર કરતાં તે લટકેલી હોઇ બુમાબુમ કરી મુકી હતી. જેના પગલે કોલેજના સંચાલક રાકેશ પટેલ તેમજ વિસનગર તાલુકા પીએસઆઇ ડી.આર. રાઠોડ સહિત દોડી આવ્યા હતા અને મૃતદેહ ઉતારી વિસનગર સિવિલ પીએમ માટે મોકલી આપ્યો હતો. વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલના ઇન્ચાર્જ રેક્ટરને સપસેન્ડ કરવા વિદ્યાર્થીનીઓની માગ કરી છે.

એબીવીપીના કાર્યકરો પણ આ વિદ્યાર્થિનીઓના સમર્થનમાં આવ્યા છે અને સત્તાધીશોને ચોવીસ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. બીજી તરફ એનએસયુઆઈ પણ નર્સિંગના બીજા વર્ષમાં ભણતી સંધ્યાને ફી નહીં ભરતા ટોર્ચર કરાતી હોવાનો આક્ષેપ કર્યો છે અને સંચાલક પર ગુનો દાખલ કરવા માગ કરી છે.

જોકે, આ સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. વિદ્યાર્થિનીને સરકાર દ્વારા અગાઉથી જ ટયુશન ફી અને ફૂડ બિલ આપી દેવાયું છે. સરકાર દ્વારા ટયુશન ફી પેટે ૮૩,૦૦૦ અને ફૂડ બિલ પેટે ૧૨,૦૦૦ જમા કરાવ્યું હતું. જોકે, આ પૈસા જમા કરાવ્યા પછી વિદ્યાર્થિનીએ કોલેજમાં પૈસા નહોતા ચૂકવ્યા.

પીએસઆઇ ડી.આર. રાઠોડે જણાવ્યું કે, વિદ્યાર્થિનીએ ગળે ફાંસો કયા કારણોસર ખાધો તે અંગે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ નિવેદનો આધારે તપાસ કર્યા બાદ સાચુ કારણ જાણી શકાશે. યુવતીના મોત અંગે તેમના પરિવારને જાણ કરી દેવામાં આવી છે.

Previous articleF&Oની પૂર્ણાહૂતિ વચ્ચે સેંસેક્સ અને નિફ્ટીના શેરમાં ઉથલપાથલ
Next articleજામનગર જોડીયા ગામની સ્વાતિ જાનીના શીરે મીસીસ ઈન્ડિયાનો તાજ