સે-૨૮ GIDCમાં પ્લોટ આપવાના નામે ૬૫ લાખની છેતરપિંડીની ફરિયાદ

439

ગાંધીનગરમાં સે.-૨૮ જીઆઈડીસીમાં ૬૫ લાખ રૂપિયા લઈને પ્લોટનો દસ્તાવેજ નહીં કરી આપતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. કલોલના રહેવાસી એવા વેપારીએ આ મુદ્દે બોમ્બે ટેબ્લેટ કંપનીના માલિક પિતા-પુત્ર અને માધવ ઈન્ફ્રા પ્રા. લી. ના પિતા-પુત્ર સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સેક્ટર-૨૮ જીઆઈડીસી પ્લોટનં.૯૦૬/૨૨/એ ખાતે રહેતા અમૃતલાલ કાળીદાસ પટેલ અહીં માર્બલનો વેપાર કરે છે. ય્ૈંડ્ઢઝ્રમાં પ્લોટનં.૯૦૯/૫માં ચાલતી બોમ્બે ટેબલેટ કંપની બંધ હાલતમાં છે. બોમ્બે ટેબલેટ કંપનીના મેનેજીંગ ડિરેક્ટર પ્રફુલભાઇ અમૃતલાલ શાહે કંપનીનો પ્લોટ વેચવા કાઢ્યો હતો. માધવ ઈન્ફ્રાના પંકજ પટેલે ફરિયાદીને કહ્યું હતું કે, પ્લોટ મે લીધો છે અને હું તેને વિભાજન કરી પ્લોટો વેચવાનો છું. જેને પગલે ફરિયાદીએ બોબ્લે ટેબ્લેટના ખાતામાં પૈસા ભરીને બે પ્લોટ લીધા હતા.

જે બાદ અંદરના ભાગે આવેલો પ્લોટ વ્યાજબી કિંમતે આપવાનું કહેતાં ફરિયાદી પાસેથી બોમ્બે ટેબ્લેટના ખાતામાંથી ચેકથી ૪૯,૫૦,૦૦૦ રૂપિયા ચૂકવી આપ્યા હતા અને બાકીના પૈસા પંકજભાઈ આપીને કુલ ૬૫ લાખ રૂપિયા એપ્રિલ-૨૦૧૭માં આપ્યા હતા. અમૃતલાલે પ્લોટના દસ્તાવેજ માટે જણાવતા પંકજ પટેલ અને તેમનો પુત્ર એક યા બીજા કારણે વાતને ટાળતા હતા. જેને પગલે અનેક સ્થળે રજૂઆત બાદ આખરે આ અંગે સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

બે વર્ષથી વધુ સમય થવા છતાં પિતા-પુત્ર પ્લોટની રકમ લીધા બાદ પણ દસ્તાવેજ કરી નહી કરાતા અમૃતભાઇએ અનેક સ્થળે રજૂઆત કરી હતી. પરંતુ કોઇ જ ઉકેલ નહી આવતા અમૃતલાલે હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધવા તાકિદ કરતાં આખરે આ મુદ્દે સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદીનો આક્ષેપ છે કે, બોમ્બે ટેબ્લેટ અને માધવ ઈન્ફ્રાના ડિરેક્ટરોએ એકબીજાની મદદગારીથી તેમણે ખરીદેલો પ્લોટ પંકજ પટેલના નામે ખોટી રીતે કરવાની સાથે કોમન પ્લોટની જગ્યાનો પણ તે દસ્તાવેજમાં તમામ હક્કો આપ્યાનો ઉલ્લેખ કરીને કોમન પ્લોટ ગેરકાયદેસર રીતે હડક કરી લઈને ફરિયાદી તથા અન્ય પ્લોટ ધારકો સાથે પણ છેતરપીંડી કરી છે.આ રીતે આ મામલે હાલ ફરિયાદ થતા ચકચાર મચી ગઈ છે.

Previous articleશોપિયામાં ટેમ્પો ઊંડા ખાડામાં પડતાં ૯ વિદ્યાર્થી સહિત ૧૧ના મોત
Next articleછુટાછેડાની તકરારમાં યુવાને ૧૩ વાહનો સળગાવી દેતાં દોડધામ