દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના મુગલ રોડ પર ગુરુવારે એ મોટી દુર્ઘટના બની હતી. પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ, સામેથી આવતા એક સ્કુટી ચાલકને બચાવવાના ચક્કરમાં ટેમ્પો પરથી ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. ચાલકે કાબૂ ગુમાવતા ટેમ્પો ઊંડા ખાડામાં પડ્યો હતો આ ઘટનામાં ૯ વિદ્યાર્થીઓ સહિત કુલ ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે ૭ લોકો ઘાયલ થયાં હતા. ઉલ્લેખનીય છે કે, દુર્ઘટનાને પગલે આસપાસ રહેતા લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલુ કર્યું હતું. જો કે, થોડા સમયગાળામાં સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જ્યારે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલાને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
શોપિયાના નાયબ કમિશનર મોહમ્મદ સલીમ મલિકે ૧૧ વ્યક્તિઓના મોત અંગેની જાણકારી આપી હતી. તથા ૭ લોકો ઘાયલ થયાં હોવાનું પણ જાહેર માધ્યમોને જણાવેલ.
ઉલ્લેખનીય છે કે, અકસ્માતની ઘટનાને પગલે આસપાના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી અને વિદ્યાર્થીઓના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.