મોદીને વોટ આપીને અહીં મદદ માંગવા આવી ગયાં, લાઠીચાર્જ કરાવું?

358

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પોતાના જ પ્રદેશમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા એક સમૂહ પર પિત્તો ગુમાવતાં નજરે આવ્યાં.

રાયપુરમાં પ્રદર્શન કરી રહેલા એક સમૂહ પર ભડકતાં તેમની મદદ કરવાથી ઇનકાર કરી દીધો. સીએમની નારાજગીનું કારણ ગત મહિને થયેલી લોકસભાની ચૂંટણી હતી. કુમાર સ્વામીએ ઝાટકણી કાઢતાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોટ આપ્યા હતાં, હવે અહીં શું કરવા આવ્યાં છો.

કેટલીક સ્થાનિક ચેનલોમાં ચાલી રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે સીએમ કુમારસ્વામી પોતાના ગામ કરેગુડ્ડા પાસે જ કાર્યક્રમમાં સામેલ થવા જઇ રહ્યાં હતા. આ દરમિયાન તેમની બસને ચારેતરફથી પ્રદર્શનકારીઓએ ઘેરી લીધી અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યાં. તે બાદ બારીમાંથી કુમાર સ્વામીએ પ્રદર્શનકારીઓ સાથે ગુસ્સામાં વાત કરવાની શરૂઆત કરી. આ દરમિયાન તેમણે ગુસ્સામાં કહ્યું કે, તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વોટ આપ્યો હતો.

કર્ણાટક સીએમ તરફથી કહેવામાં આવેલી વાતોને લઇને સ્થાનિક ચેનલોમાં જે રિપોર્ટ કરવામાં આવ્યો છે તે અનુસાર તેમણે પોતાના પ્રદેશના પ્રદર્શનકારીઓને કહ્યું કે,મારે તમારુ સન્માન શા માટે કરવું જોઇએ? શું તમે લોકો લાઠીચાર્જ કરવા માંગો છો. તમે પીએમ મોદીને વોટ આપ્યો હતો અને હું તમારી મદદ કરૂ.

સીએમ કુમારસ્વામીના આવા નિવેદન પર ભારતીય જનતા પાર્ટીએ તીખી પ્રતિક્રિયા આપી છે. બીજેપીએ તેને પ્રદેશની જનતાનું અપમાન ગણાવ્યું છે. સાથે જ કુમારસ્વામીની નિંદા કરતાં કહ્યું કે આનાથી તેમની સત્તાને લઇને પરેશાની છતી થાય છે.

Previous articleવડાપ્રધાન જાપાનમાં : મોદી-આબે વચ્ચે દ્ધિપક્ષીય વાર્તા, વિવિધ મુદ્દે ચર્ચા થઇ
Next articleઆપના પુત્ર પર દેશને ગર્વ છે : શાહ પરિવારને મળ્યા