પંજાબ નેશનલ બેન્ક (ઁદ્ગમ્) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ નીરવ મોદી પર એજન્સીઓએ મોટું પગલું ભર્યું. તપાસ એજન્સીઓએ આ કેસમાં નરીવ મોદી અને તેમની બહેન પૂર્વી મોદી સાથે જોડાયેલ ચાર બેન્ક ખાતાને સ્વિટ્ઝરલેન્ડમાં સીઝ કર્યા છે. નીરવ અને પૂર્વીના આ ખાતામાં અંદાજે ૨૮૩.૧૬ કરોડ રૂપિયા જમા હતા. આપને જણાવી દઇએ કે નીરવ મોદી પર પંજાબ નેશનલ બેન્કને અંદાજે ૧૩૦૦૦ કરોડ રૂપિયાનો ચૂનો લગાવાનો આરોપ છે.
આ બાબતે પર સ્વિસ બેન્કની તરફથી એક રીઝીલ પણ રજૂ કરાઇ છે, તેમાં કહ્યું છે કે ભારતની માંગ પર તેમણે નીરવ અને પૂર્વી મોદીના ચાર ખાતા સીઝ કરી દીધા છે. આ બાબતમાં સતત બીજી મોટી સફળતા છે. આની પહેલાં બુધવારના રોજ આ કૌભાંડના બીજા આરોપી મેહુલ ચોકસીનું હવે ભારત પ્રત્યર્પણ કરી શકશે તેનો રસ્તો સાફ થઇ ગયો છે. એન્ટિગુઆના વડાપ્રધાને નિવેદન આપ્યું હતું કે અમે મેહુલ ચોકસીની નાગરિકતા રદ્દ કરી રહ્યા છીએ, હવે તેની પાસે કોઇ કાયદાકીય રસ્તો બચતો નથી.
એવામાં હવે નીરવ મોદીને લઇ આ મોટા સમાચાર આવવા એજન્સીઓ માટે મોટી જીત છે. આપને જણાવી દઇએ કે નીરવ મોદી હજુ લંડનમાં છે અને ન્યાયિક કસ્ટડીમાં છે. તે ચાર વખત કોર્ટમાં જામીન માટે અરજી કરી ચૂકયો છે પરંતુ દર વખતે તેને નિષ્ફળતા જ હાથ લાગી છે. લંડનની કોર્ટે દર વખતે તેની અરજીને નકારી દીધી છે.
ફેબ્રુઆરી ૨૦૧૮મા જ્યારે ઁદ્ગમ્ કૌભાંડ દેશની સામે આવ્યું હતું, ત્યારથી જ નીરવ મોદી ભાગેડુ છે અને એજન્સીઓ તેની શોધ કરી રહ્યું છે. ત્યારથી લઇને અત્યાર સુધી તેની દેશમાં કેટલાય કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત થઇ ચૂકી છે. પરંતુ આ વખતે વિદેશી સંપત્તિ પર મોટો હાથ લાગ્યો છે.
આ વર્ષે ૧૯મી માર્ચના રોજ નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરાઇ હતી. ત્યારથી જ ભારતીય એજન્સીઓએ તેમને ભારત લાવવામાં મદદ કરી છે અને બ્રિટનની સાથે તેના પ્રત્યર્પણની વાત કરાય રહી છે. ભારતમાં સીબીઆઈ અને ઇડી નીરવ મોદી સાથે જોડાયેલા કેસની તપાસ કરી રહ્યું છે.