ઘનશ્યામનગર પ્રા.શાળા માં બાળકોમાં ગમ્મત અને મનોરંજન સાથે વિવિધ જીવન વિષયક કૌશલ્યનો વિકાસ થાય તેવાં હેતુસર બાળમેળો યોજાયેલ. જેમાં બાળકોએ રંગપૂરણી, ચિત્રકામ, ચીટકકામ, છાપકામ, માટીકામ, કાગળકામ, ઓરીગામી, રેતીકામ, ભરત ગૂંથણ, દીવાસળી ડિઝાઈન, જરી વડે ડિઝાઈન, સ્પ્રે વર્ક,મહેંદી ડિઝાઈન, રંગોળી, કપડાને ઈસ્ત્રી કરવી ,ફ્યૂઝ બાંધવો, સાઇકલને પંકચર કરવું, સ્કુટરમાં ઓઈલ બદલવું, કુકરની રીંગ બદલવી, ગાંજ-બટન કરવા, કપડાં સાંધવા વગેરે જવી અનેક પ્રવૃત્તિઓ કરેલ.