માંડવડા ગામે ગ્રામ પંચાયતનો વિધાનસભા જેવો માહોલ સર્જાયો હતો. ત્રણ ઉમેદવાર સામસામે હતા. રસાકસી બાદ મુકેશભાઈ ચૌહાણને સરપંચ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સૌપ્રથમ તેમના માતાના આશિર્વાદ લેવા ઘરે પહોંચ્યા હતા. ગામના આગેવાનો કાર્યકરોએ કુમ કુમ તિલક કરી ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું અને વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. કુલ ૬૭૪ વોટ હતા ર૬ર વોટની લીડથી વિજેતા થયા હતા.