જાફરાબાદના અરબી સમુદ્રના ટાપુ શિયાળબેટના દરિયાઈ છોરૂ લીડર હમીરભાઈ શિયાળની સરપંચ પદની ચૂંટણી જંગમાં સતત ત્રીજી ટર્મમાં વિજેતા થયેલ. જાફરાબાદના અરબી સમુદ્રમા ટાપુ શિયાળબેટ ગ્રામ પંચાયતની ૩ પેનલની આજે મતગણતરી જાફરાબાદ સાગર શાળા ખાતે આજે આખા તાલુકાના એક જ ગામ શિયાળબેટ ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ મતગણતરી થયેલ અને શેલાણા ગ્રામ પંચાયત બિનહરીફ અગાઉ જાહેર થઈ ગયેલ પણ ૧૦,૦૦૦ની વસ્તી ધરાવતા ગામમાં સરપંચ થવાના કોડ અન્ય બે વ્યક્તિઓ મળી કુલ ત્રણ પેનલના ભાગે ખરાખરીનો ખેલ જામેલ પણ સરપંચ તરીકે અગાઉ સતત ર ટર્મથી શિયાળબેટના વિકાસના કામો કરોડો રૂપિયાના થયેલ અને વધારેમાં ખુદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રૂા.૩૦ કરોડના ખર્ચે દરિયાના પાણીમાં અન્ડરગ્રાઉન્ડ દોરડા નાખીને વિશ્વ રેકોર્ડ જેવું કામ કરીને ૭૦ વર્ષના અંધારે રહેલ જનતાના હૃદયમાં લાઈટની જેમ જળહળાટ થઈ ગયો કે રાષ્ટ્રપંચ તરીકે હમીરભાઈ શિયાળ જ લાયક છે અને આ વખતે શિયાળબેટ ગ્રામ પંચાયત મહિલાની હોય તો સરપંચ હમીરભાઈના ધર્મપત્ની ભાનુબેન હમીરભાઈને ૧પપ મતની લીડથી વિજેતા ઘોષિત કરતા ચૂંટણી અધિકારીઓ જે નાયબ મામલતદાર કુબાવત, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી આર.એસ. તેરૈયા, મદદનીશ એચ.યુ. પઠાણભાઈ અને ઝોનલ અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારી બી.ડી. ગોહિલ સેવા બજાવેલ. આ બાબતે શિયાળ રૂપસંગભાઈ નારણભાઈ શિયાળ, ગુજરીયા કાળીબહેન પુનાભાઈ, રૂડીબેન રાજાભાઈ બારૈયા, વેલુબહેન સોમાતભાઈ ગુજરીયાને વિજેતા જાહેર કરતા સરપંચ હમીરભાઈની ટીમ સતત ત્રીજી ટર્મમાં જંગી બહુમતીથી વિજેતા થતા ગામ આગેવાનોમાં માનસંગભાઈ, શિવાભાઈ નગાભાઈ શિયાળ, પરશોત્તમભાઈ, નાનજીભાઈ, ચીમનભાઈ, પ્રતાપભાઈ, સોમાતભાઈ સહિતે રાત-દિવસ જહેમત ઉઠાવી સરપંચ હમીરભાઈની પેનલને જીતાડવામાં મદદનીશ રહેલ. જેની કદર ચેતનભાઈ શિયાળ તથા ફોરમોર હીરાભાઈ સોલંકીએ શુભેચ્છા આપેલ.