ચોરીના ગુનાના આરોપી પાસેથી પૂછપરછમાં દાગીના, રોકડ મળી રૂા.૭.૨૨ લાખની રીકવરી

740

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે અનડિટેક ગુન્હાઓ શોધી કાઢવા સારૂ પાલીતાણાના. પો.અધિ.પી. એ.ઝાલાને સુચનાં આપેલ જે સુચનાં અનુસંધાને ગત.તા.૧૯/૦૬ નાં રોજ ઉમરાળા પોલીસ સ્ટેશનનાં ગુનો રજીસ્ટર થયેલ હોય એ ગુનાના  આરોપી ભરતભાઇ ઉર્ફે બાલો સુનિલભાઇ મીઠાપરા ઉ.વર્ષ.૨૨ રહે ટીંબા તા,ગારીયાધાર વાળાને ગણતરીની કલાકોમાં પકડી પાડી મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ સદર અન્ય ગુનાઓમાં આરોપી સંડોવાયેલ હોય તેની આકરી સધન પુછપરછ દરમિયાન અન્ય મુદ્દામાલ કબ્જે કરવા આરોપીને સાથે રાખી ટીંબા ગામે સહ આરોપી સુનિલભાઇ શંભુભાઇ મીઠાપરા તથા સુનિતાબેન  વા/ઓ સુનિલભાઇ શંભુભાઇ મીઠાપરા તથા ધીરૂભાઇ મીઠાપરા ની તપાસ કરવાં સારૂ ટીંબા ગામે આવી ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં સ્ટાફને મદદમાં સાથે રાખી આરોપીની કબુલાત મુજબ પોતાનાં પિતા સુનિલભાઇ શંભુભાઇ મીઠાપરાએ સદર ચોરીનો મુદ્દામાલ તથા અન્ય સોનાનાં દાગીના પોતાનાં કુટુંબી સંજયભાઇ પ્રતાપભાઇ મીઠાપરા ને આપેલ હોય જેથી મજકુર સંજયભાઇ ની પુછપરછ કરવી જરૂરી હોય જેથી તેનાં ધેરે મજકુર ઇસમ હાજર મળી આવેલ નહીં અને તેની માતા નર્મદાબેન ઉર્ફ કાળીબેન વા/ઓ પ્રતાપભાઇ તળશીભાઇ મીઠાપરા જા.દે.પુ.ઉ.વર્ષ. ૬૦- રહે ટીંબા હાજર હોય જેઓને પોતાનાં દિકરા  સંજયભાઇ પ્રતાપભાઇ અંગે તથા આરોપી  સુનિલ મીઠાપરા એ આપેલ સોનાનાં દાગીના અંગે પુછતાં પોતાનો દિકરો બહાર ગયેલ હોવાનું અને આરોપી સુનિલ અને સંજયે એમ બંનેએ સંયુક્તમા પરબડી એસ.બી.આઇ બેન્કમાં લોકર હોય જેમાં રાખેલ હોય જે પોતે કાઢી આપવાં તૈયાર હોય જેથી મજકુર બાઇ ને પોતાની સ્વખુશીથી પરબડી ગામે એસ.બી.આઇ.બેન્કમાં જઇ પોતાનું લોકર ખોલી પોતાને સુનીલ મીઠાપરા એ આપેલ સોનાનાં દાગીના તથા પોતાનાં ભેગાં કરેલ રોકડ રકમ રજુ કરતાં પોતાની પાસે કોઇ આધાર પુરાવા હોય તો બતાવવાં જણાવતાં પોતાની પાસે કોઇ આધાર પુરાવા ન હોય જેથી સદર મુદ્દામાલ છળકપટ કે ચોરીનો મુદ્દામાલ હોવાનું માલુમ પડતાં જેમાં સોનાનું મંગળસુત્ર અંદાજીત કિમંત રૂ.૬૫,૦,૦૦/- , રજવાડી વીંટી .રૂ.૧૫,૦,૦૦/-, સોનાનો ચેન પારાવાળી મશીન ચેન કિમંત રૂ.૨૦,૦,૦૦/- , કાનમાં પહેરવાની બુટ્ટી એક જોડ જેની અંદાજીત કિમંત રૂ.૨૦,૦,૦૦/-, કાનમાં પહેરવાની બુટ્ટી એક જોડ ત્રિકોણ આકારની  રૂ.૧૨,૫૦૦/-, સોનાનો ચેન પેન્ડલ સાથે રૂ.૫૫,૦૦૦/- , સોનાની નાના પારા વાળી માળા અંદાજીત કિમંત રૂ ૪૨,૫૦૦/- તથા (૮) સોનાનો પેન્ડલ સાથેનો ચેન મશીન આકારનો રૂ ૫૫,૦૦૦/- , રજવાડી વીંટી મોટી રૂ. ૨૫,૦૦૦/- , રજવાડી વીંટી નાની રૂ ૧૨,૫૦૦/- મળી કુલ કિમંત રૂ ૩,૨૨,૫૦૦/- તથા રોકડ રકમ ૪,૦૦,૦૦૦/- મળી કુલ કિમંત રૂ ૭,૨૨,૫૦૦/- નો મુદ્દામાલ મળી આવતાં તે અંગે કોઇ આધાર પુરાવા હોય તો રજુ કરવા જણાવતાં કોઇ આધાર પુરાવા પોતાની પાસે ન હોય જેથી સદરહું મુદ્દામાલ ચોરી કે છળકપટથી શક પડતો મુદ્દામાલ હોય તે સીઆરપીસી કલમ ૧૦૨, મુજબ પંચો રૂબરૂ તપાસ અર્થે કબ્જે કરેલ તેમજ આગળની તપાસ ઉમરાળા પોલીસ સ્ટેશનનાં પો.સ.ઇ.એચ.આર.પઢીયારે તથા હેડ કોન્સ હિતેશ ગીરી એ હાથ ધરવામાં આવેલ.

Previous articleપ્લાસ્ટીક વિવર્સ એસો. દ્વારા બાઇકરેલી
Next articleકેટરીના કેફ પાસે હાલમાં સુર્યવંશી ફિલ્મ હાથમાં છે