કાનપુર સ્થિત ટેસ્ટી ડેરી સ્પેશિયાલિટીઝ લિમિટેડનો આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ) બુધવાર, ૭મી ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ ખૂલશે. આ પબ્લિક ઈશ્યુમાં રૂ. ૧૦ના ફેસ વેલ્યુના ૫૪,૩૦,૦૦૦ ઈક્વિટી શેરો હશે અને એકત્રિત રૂ. ૨૪૪૩.૫૦ લાખમાં ઈક્વિટી શેર દીઠ રૂ. ૪૫ની કિંમતે રોકડ માટે ઓફર કરાશે. આમાંથી ૫ ટકા શેરો માર્કેટ મેકર્સ માટે આરક્ષિત છે. આઈપીઓ ૭મી ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે અને ૧૨મી ફેબ્રુઆરી, ૨૦૧૮ના બંધ થશે. ઈશ્યુની લીડ મેનેજર માર્ક કોર્પોરેટ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ રહેશે. શેરો બીએસઈ એસએમઈ ઈમર્જ પર લિસ્ટેડ થશે.
ટેસ્ટી ડેરી સ્પેશિયાલિટીઝ લિમિટેડ હાલમાં સીઝનના સમયે બલ્ક મિલ્ક પ્રાપ્તિ અને હાથ ધરવા સાથે દૂધના પ્રોસેસિંગમાં સંકળાયેલી છે, જે મુખ્યત્વે જથ્થાબંધ અને સંસ્થાકીય ગ્રાહકોને સેવા આપે છે. કંપની મૂલ્ય વર્ધિક દૂધ ઉત્પાદોમાં પણ સંકળાયેલી છે, જેમાં સ્કિમ્ડ દૂધનો પાઉડર, બટર, ઘી, ડેરી વ્હાઈટનર, કોન્સન્ટ્રેટેડ દૂધ વગેરેનો સમાવેશ થાય છે. આથી રિટેઈલ સેગમેન્ટમાં અમને મજબૂત પકડ મળી છે. હાલમાં કંપની ઉત્તર પ્રદેશમાં સ્થિત છે, જે ભારતમાં સૌથી વિશાળ દૂધ ઉત્પાદક રાજ્યમાંથી એક છે. કંપનીએ દિવસના ૩,૦૦,૦૦૦ લિટરની, દિવસમાં ૩૦ ટન છાશ/ સ્કિમ્ડ દૂધનો પાઉડર, દિવસમાં ૧૬.૫૦ ટન દેશી ઘી, દિવસમાં ૧ ટન પનીર, બટર, ખોયાની નિર્માણ/ પ્રોસેસિંગ ક્ષમતા ધરાવે છે. આઈપીઓમાંથી ઊભું થનારું ભંડોળ કાર્યશીલ મૂડીના હેતુઓ માટે ઉપયોગ કરાશે.
નાણાકીય વર્ષ ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૭માં અને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૭ના પૂરા થયેલા છ મહિનાના સમયગાળામાં કુલ આવક અનુક્રમે રૂ. ૩૦૭૯.૫ મિલિયન, રૂ. ૩૩૪૮.૮ મિલિયન, રૂ. ૨૩૯૦ મિલિયન અને રૂ. ૧૩૭૪.૬ મિલિયન રહી હતી. નાણાકીય વર્ષ ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૭માં અને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૭ના પૂરા થયેલા છ મહિનાના સમયગાળામાં ઈબીઆઈટીડીએ અનુક્રમે રૂ. ૧૧૭.૮૦ મિલિયન, રૂ. ૧૩૨.૩૬ મિલિયન, રૂ. ૧૩૩.૦૩ મિલિયન અને રૂ. ૭૦.૪૧ મિલિયન રહી હતી, જ્યારે અમારો વેરા પછીનો નફો આ જ સમયગાળામાં અનુક્રમે રૂ. ૪૪.૫૦ મિલિયન, રૂ. ૪૬.૧૭ મિલિયન, રૂ. ૪૫.૧૭ મિલિયન અને રૂ. ૨૪.૩૭ મિલિયન રહ્યો હતો. કુલ આવક, વેરા પછીનો નફો અને ઈબીઆઈટીડીએ માર્જિન સંબંધી સીએજીઆર માહિતી નાણાકીય વર્ષ ૨૦૧૩થી ૨૦૧૭ માટેનાં કંપનીનાં રિસ્ટેટેડ સ્ટેન્ડઅલોન નાણાકીય નિવેદનો પર આધારિત છે.