વર્લ્ડ કપની રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. જેના ભાગરૂપે હવે આવતીકાલે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે જોરદાર જંગ ખેલાનાર છે. ઓસ્ટ્રેલિયા પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. જ્યારે ભારત હવે બીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડની છેલ્લી મેચમાં હાર થયા બાદ તે પણ જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. જો કે ઓસ્ટ્રેલિયા હવે હોટફેવરીટ છે. ડેવિડ વોર્નર અને ફિન્ચ હાલમાં ધરખમ ફોર્મમાં ચાલી રહ્યા છે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમનાર છે. ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી. ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્ઝમાં રમાશે. પાકિસ્તાને જીત મેળવીને વર્લ્ડ કપની સ્પર્ધાને વધારે રોમાંચક બનાવી લીધી છે. હવે ચોથા સ્થાન માટે અનેક ટીમો દાવેદાર દેખાઇ રહી છે. પાકિસ્તાનની આગળની મેચો વધારે સરળ રહેલી છે. આવી સ્થિતીમાં તેની તક વધારે દેખાઇ રહી છે. ભારતીય ટીમે તો મેચો હજુ ઓછી રમી છે જેથી ટીમ તો સેમીફાઇનલમાં પહોંચી ગઇ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં તમામ કરતા વધારે ફોર્મમાં ચાલી રહી છે. જેથી તેના બેટ્સમેનો પર તમામની નજર રહેશે. ન્યુઝીલેન્ડના કેન વિલિયમસને પણ નવી આશા જગાવી છે.
ઓસ્ટ્રેલિા : આરોન ફિન્ચ (કેપ્ટન), બેરેનડોર્ફ, એલેક્સ કેર, નાતન કાઉલ્ટર, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથન લાયન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્ક સ્ટોનોઇસ, ડેવિડ વોર્નર, એડમ જમ્પા.
ન્યુઝીલેન્ડ : વિલિયમસન (કેપ્ટન) બ્લન્ડેલ, બોલ્ટ, ગ્રાન્ડહોમ, ફર્ગુસન, માર્ટિન ગુપ્ટિલ, હેનરી, ટીમ લાથમ, મુનરો, નિશામ, નિકોલસ, સેન્ટનર, શોઢી, રોસ ટેલર, ટીમ સાઉથી,