શાહપુર બ્રીજ પાસેની વસાહત આગળ ગટરના ગંદા પાણી રોગચાળાને નોતરશે

829

શાહપુર સર્કલથી ગીફ્‌ટ તરફ જવાના માર્ગ ઉપર બ્રીજ પાસે આવેલાં વસાહતી વિસ્તાર અને શોપીંગ કોમ્પ્લેક્ષ આગળ છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી ઉભરાવાના કારણે સ્થાનિકો માટે આફત બન્યા છે. ત્યારે સતત વહી રહેતા ગંદા પાણીના કારણે દુર્ગંધનો સામનો લોકોને કરવો પડે છે. તો રોગચાળાના ભય હેઠળ સ્થાનિક રહિશોને અવર જવર કરવાની નોબત આવી છે.

શહેર પાસે આવેલાં શાહપુર ગીફ્‌ટ સીટી તરફ જવાના માર્ગ ઉપર બ્રીજ પાસે મોટી સંખ્યામાં વસાહતી વિસ્તાર અને શોપીંગ કોમ્પ્લેક્ષ આવેલાં છે. આ વસાહતી વિસ્તારમાં અસંખ્ય પરિવારો વસવાટ કરી રહ્યાં છે. તો શોપીંગ કોમ્પ્લેક્ષોમાં ખાણી-પીણીની દુકાનો પણ આવેલી છે.

ગટરના ગંદા પાણીનું યોગ્ય રીતે નિકાલ થઇ શકે તે માટે યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી ગટરો ભરાઇ ગયા બાદ સતત ઉભરાતી રહે છે. ઉભરાતી ગટરોના ગંદા પાણી વસાહતી વિસ્તારની આસપાસ જ વહેતા હોવાથી અવર જવર કરતાં સ્થાનિકોને તેમજ શોપીંગ કોમ્પ્લેક્ષોમાં આવતાં લોકોને પણ ભારે દુર્ગંધનો સામનો કરીને પસાર થવું પડે છે. ગટરના ગંદા પાણીનો યોગ્ય રીતે નિકાલ થઇ શકે તેવી કોઇ સુવિધા નહીં હોવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

Previous articleમહેસાણા વિદ્યાર્થિનીની આત્મહત્યા મામલો આવ્યો નવો વળાંક
Next articleકૂતરું કરડ્‌યું તો ખુદ સિવિલના કર્મચારીને ઈન્જેક્શન લેવા બહાર જવું પડ્‌યું