તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પાંચ કરોડના વિકાસ કામોને મંજુરી

756

તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વિકાસનાકામો સાથે ટીડીઓનું સન્માન પણ કરાયું હતું. ગાંધીનગર તાલુકા પંચાયતના હોલનું રિનોવેશનની કામગીરી ચાલતી હોવાથી સૌ પ્રથમ વખત સામાન્ય સભા હોટલમાં યોજાઈ હતી. સભામાં રૂપિયા પાંચ કરોડના વિકાસના કામોને બહાલી આપવામાં આવી. હોલના રિનોવેશનમાં ખુટતી રકમમાં વધારો, તાલુકા પંચાયતના પોતાના મકાનમાં બેસવા સહિતના મુદ્દે ઠરાવ કરવામાં આવ્યા હતા.

ગાંધીતાલુકા પંચાયતના હોલનું રિનોવેશનની કામગીરી ચાલી રહી હોવાથી સૌ પ્રથમ વખત સામાન્ય સભા હોટલમાં યોજવામાં આવશે. હાલમાં બેસતી જિલ્લા પંચાયતનું બિલ્ડીંગ ગાંધીનગર તાલુકા પંચાયતનું હોવાથી તેને પરત લેવા માટે સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો જો કે આવા ઠરાવો ભૂતકાળમાં પણ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતને પોતાનું મકાન પરત લેવામાં કેટલી સફળતા મળે છે તે તો આગામી સમય જ બતાવશે.

સામાન્ય સભામાં વિકાસના રૂપિયા પાંચ કરોડના કામોને બહાલી  ઉપરાંત તાલુકા પંચાયત માટે નવી ગાડીની દરખાસ્ત, બે બોર્ડ લગાવવા, વહિવટી કામગીરી માટે બે કોમ્પ્યુટરની ખરીદી, હોલના રિનોવેશનમાં ખુટતી રકમને મંજુરી આપવી, માસિક હિસાબોને અવલોકનમાં લઇ ચર્ચા કરી મંજૂર કરાશે. સામાન્ય સભામાં મંજુર થયેલા કામોના ખર્ચની મુદતમાં વધારો કરવો, વર્ષ-૨૦૧૯-૨૦ના અંદાજપત્રમાં કરેલી જોગવાઇના સ્વભંડોળના કામોની ચર્ચા કરવા, વર્ષ ૨૦૧૮-૧૯ની જોગવાઇ પૈકી બાકી રકમની પ્રમુખના પ્રવાસ દરમિયાન સુચવેલા કામોની ચર્ચા કરીને બહાલી આપવામાં આવી હતી.

સ્વભંડોળમાંથી વિકાસ કામોની જોગવાઇમાં હેતુફેર કરેલ કામોને બહાલી આપવામાં આવી હતી. ઉપરાંત પાંચ કરોડના વિકાસના કામોને મંજુરી જેમાં સીસી રોડ, પાણી, લાઇટ, રોડ, પેવરકામ સહિતના કામોને બહાલી આપાઇ હતી.

Previous articleકૂતરું કરડ્‌યું તો ખુદ સિવિલના કર્મચારીને ઈન્જેક્શન લેવા બહાર જવું પડ્‌યું
Next articleત્રણ પુત્રોએ ૯૩ વર્ષની માતાને તરછોડી : પુત્રીએ આશરો આપ્યો