વિદ્યાર્થિનીઓને આપવાની સાઈકલો ખૂલ્લામાં રખાતા નુક્સાનની સંભાવના

606

ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ધોરણ-૯ની ૫૦૦૦ વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાઈકલ અપાશે. શાળાઓ પાસેથી આવેલી ઓનલાઇન દરખાસ્તના આધારે શાળાઓને સાયકલો ફાળવવામાં આવશે. સરસ્વતી સાધના યોજનાનો લાભ આર્થિક પછાત અને બક્ષીપંચની વિદ્યાર્થીનીઓને જ મળશે.

કન્યા કેળવણી અંતર્ગત આર્થિક પછાત વર્ગ અને બક્ષીપંચની વિદ્યાર્થીનીઓ પણ હાઇસ્કુલનું શિક્ષણ મેળવે તે માટે રાજ્યના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ-૯ની વિદ્યાર્થીની ઓને સાઈકલ આપવામાં આવે છે. સરસ્વતી સાધના યોજના અંતર્ગત આર્થિક મર્યાદા નિયત કરવામાં આવી છે. જેમાં ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા ૧.૨૦ લાખ અને શહેરી વિસ્તાર માટે રૂપિયા ૧.૫૦ લાખની વાર્ષિક આવકની મર્યાદા નક્કી કરવામાં આવી છે. વિદ્યાર્થીનીના ઘરેથી શાળા ત્રણેક કિલોમીટર દુર હોય તેવા પરિવારની દિકરીઓને સાયકલ યોજનાનો લાભ આપવામાં આવશે. જોકે ચાલુ વર્ષે યોજના અંતર્ગત ઓનલાઇન શાળાઓ માંથી આવેલી દરખાસ્તોના આધારે સાઈકલોનું શાળાઓમાં વિતરણ કરવામાં આવશે તેમ મદદનીશ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિના અધિકારીએ જણાવ્યું છે.  સાઈકલોના ફિટીંગની કામગીરી મહારાણા પ્રતાપ વિદ્યાલય, સેક્ટર-૨૭ના કેમ્પસમાં ગ્રીમકો કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે.   જિલ્લાની ધોરણ-૯ની ૫૦૦૦ વિદ્યાર્થીનીઓને સાઈકલ આપવામાં આવશે

Previous articleત્રણ પુત્રોએ ૯૩ વર્ષની માતાને તરછોડી : પુત્રીએ આશરો આપ્યો
Next articleગુજરાતના ૪૦૦થી વધુ પૂર્વ ધારાસભ્યોની અપમાનજનક સ્થિતિ, ૭ પત્રો લખ્યા છતાં CM જવાબ નથી આપતા