રાજયન પાટનગર ગાંધીનગરમાં ૧૯૮પ ન વર્ષથી પરંપરાગત રીતે નીકળતી ભગવન જગન્નાથની ૩પ મી રથયાત્રાનું અષાઢ સુદ-ર ને ૪ જુલાઈ – ર૦૧૯ ગુરુવારના દિને અયોજન કરવામાં અવ્યું છે. અ વખતે ભગવાનના રથનું સંપૂર્ણ સમારકામ કરીને નવો ઓપ આપવામાં આવેલ છે.
રથયાત્રા પરંપરાગત રીતે સવારે ૭.૦૦ કલાકે પંચદેવ મંદીરથી પ્રયાણ કરશે. રથયાત્રાના દર્શન માટે રાજયપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ, વિધાનસભાના અધ્યક્ષ, દંડક અને વિરોધ પક્ષના નેતા તેમજ મેયર, નાયબ મેયર અને મ્યુનિસીપલ કોર્પોરેશન તથા અન્ય પદાધિકારીઓ ઉપરાંત સચિવાલય સ્ટાફ તથા અન્ય કર્મચારી સંગઠનોને રથયાત્રા સમિતી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
નગરના તમામ વસાહત મંડળો શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક સંસ્થાઓ અને વેપારી એસોસીએશનો અગાઉથી જાણ કરીને પોતાના બેનર અથવા પ્રતિક સાથે વાહન જોડી શકાશે.
રથયાત્રામાં એક હાથી, ઘોડાવાળી બગી, બેન્ડબાજા, ૧ર ઊટલારીઓ, પ૦ જેટલા નાના-મોટા વાહનો જોડાશે તદુપરાંત આજુબાજુના ગામોની અનેક સંસ્થાઓ દ્વારા ટ્રેકટર અને અન્ય વાહનોને ગણતરીમાં લેતા આશરે ૭પ જેટલા વાહનો અને ૧પ ટેબ્લા સાથે ૧પ કિ.મી. લાબીં રથયાત્રા શાંતિમય વાતાવરતમાં સંપૂર્ણપણે શિસ્તબધ્ધ રીતે નીકળે તે માટે રથયાત્રા સમિતી દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. નગરમાં નિયત સ્થાનેથી રથયાત્રા પસાર થાય ત્યારે પરંપરાગત રીતે રથયાત્રામાં જોડાવા તેમજ નવ વિકસિત સેકટરના રહીશો પણ ઉત્સાહ – ઉમંગથી આ રથયાત્રાના પસાર થવાના નજીકના સ્થાને પહોચીને (રથયાત્રામાં) સામેલ થઈ શકશે.
જલારામ મંદિર ખાતે રથયાત્રાનું મોસાળું પરંપરાગત રીતે કરાશે
૪ જુલાઈ, ર૦૧૯ ગુરુવાર અષાઢ સુદ બીજના દીવસે નગરમાં નીકળનાર રથયાત્રા દર સાલની જેમ આ સાલ પણ બપોરે પ્રસાદ અને વિરામ માટે મોસાળ સ્થાન શ્રી જલારામ સેવા સમાજ, શ્રી જલારામ ધામ, સેકટર – ર૯ ખાતે પધારશે. પ્રસાદમાં ૭૦૦૦ ભાવિક ભક્તો માટે પ૧૦ કિલો મોહનથાળ પીરસવા માટે ૧પ૦ કીલો ચોખ્ખુ ઘી, ૧૮૦ કીલો ચોખા તથા ૩૦૦ કીલો મગદાળ તેમજ ૬૦૦ કીલો બટાકા/ વટાણા/ ટામેટાનું શાક તથા ર૦૦૦ લીટર ઠંડી છાશ તેમજ ઠંડુ મીનરલ વોટરની વ્યવસ્થા શ્રી જલારામ સેવા સમાજ તરફથી મંદિર ખાતે કરવામાં આવેલ છે.