ચંદ્રાબાબૂના રિવર ફ્રન્ટ બંગલાને પણ તોડવાની તૈયારી, એક સપ્તાહમાં ખાલી કરવાની નોટિસ

460

આંધ્ર પ્રદેશના એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીએ કૃષ્ણા નદીના કિનારે આવેલા બંગાલનું ગેરકાયદેસર નિર્માણ જણાવીને નોટિસ જાહેર કરી છે. તેને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂએ લીઝ પર રાખ્યો હતો અને તેઓ અહીં છેલ્લા ત્રણ વર્ષથી રહે છે. અધિકારીઓએ કહ્યું કે, નિયમો પ્રમાણે નદીની આસપાસ ૧૦૦ મીટરના અંતર સુધી કોઈ પણ બાંધકામ કરી શકાય નહીં. બીજી બાજુ ટીડિપીએ નોટિસને રાજકારણની દુષ્ટ કાર્યવાહી ગણાવી છે.રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીના જોનલ અધિકારી નરેન્દ્ર રેડ્ડી શુક્રવારે નાયડૂના બંગલા પર પહોંચ્યા હતા અને તેમના માલિક એલ.રમેશના નામની નોટિસ મુખ્ય દરવાજા પર લગાવી દીધી હતી. તેમાં માલિકને ઉલ્લેખીને કહેવામાં આવ્યું હતું કે, એક સપ્તાહમાં બંગલો ખાલી કરી દેવો. ત્યારપછી આ બંગલાને તોડી પાડવામાં આવશે.અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ચંદ્રાબાબૂએ જે બંગલોને લીઝ પર રાખ્યો છે તે ૬ એકરમાં ફેલાયેલો છે અને કૃષ્ણા નદીથી થોડો જ દૂર છે. નિયમો પ્રમાણે નદીના ૧૦૦ મીટર વિસ્તારમાં દરેક પ્રકારના નિર્માણ પર પ્રતિબંધ છે.

Previous articleરાજદ્રોહ અને આફ્સ્પાથી ચૂંટણીમાં નુકસાન થયું હતુ
Next articleબડગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર