માછીમારી બોટને ડીઝલ ઉપર વેટ રાહત માટેના નવા નિયમો દુર કરવા રજુઆત

866
guj1582017-2.jpg

ગુજરાતના માછીમારોને ર૦ મીટરથી ઓછી લંબાઈ ધરાવતી યાંત્રીક બોટોને ડીઝલ ઉપર વેટ રાહત આપવાની યોજના ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા વર્ષોથી અમલમાં છે. 
આ યોજના અંતર્ગત આજદિન સુધી માછીમારી કરતી તમામ બોટોને ડીઝલ ખરીદી ઉપર વેટ રાહત ચુકવવામાં આવતી હતી. પરંતુ ગુજરાત સરકારના ઠરાવ સચીવાલય ગાંધીનગરના પરિપત્રથી નવા નિયમો બતાવી માછીમારી બોટને ડીઝલ ખરીદી ઉપરની વેટ રાહત એક કેટુંબના એક વ્યકિતને જ વ્યકિતગત બોટદ દીઠે વાર્ષિક રૂા. ૧,૧૪,૦૦૦ની મર્યાદામાં આપવામાં આવશે તેવા કરવામાં આવેલ નિયમનો માછીમારી સમાજે ઉગ્ર વિરોધ નોંધાવેલ.
ઉપરોકત ઠરાવનો સરકારમાં લેખતી મૌખિક વારંવાર વિરોધ નોંધાવીયા છતા પણ માછીમારી સીઝન તા. ૧પ ઓગષ્ટ ર૦૧૭થી ખુલ્લી ગયા સુધી  આ બાબતે હજુ સુધી કોઈ નિર્ણય ન આવતા માછીમારોમાં ભારે નારાજગી છે. દેશના અન્ય રાજયના માછીમારોને ડીઝલ ઉપરની વેટ રીફંડ ડીઝલન્ ખરીદી સમયે કાપીને ચુકવવામાં આવે છે. ગુજરાત રાજય તરફથી માછીમારોને આપવામાં આવતી ડીઝલ વેટ રીફંડ કરતા અનેકગણી વધુ છે. તે પ્રમાણે અન્ય રાજયો જેમ ડીઝલ વેટ રીફંડ જેમ સીધી ડીઝલ ખરીદી સમયે કાપીને ચુકવવા માંગણી સાથે સમસ્ત માછીમાર બોટ એસો. દ્વારા જાફરાબાદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. 

Previous articleમોરારિબાપુની આગામી રાષ્ટ્રકથા સંદર્ભે ઢસામાં આયોજન બેઠક મળી
Next articleઉના શહેરમાં નર્મદા રથ યાત્રાનું શાનદાર સ્વાગત