ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘ સાથે જોડાયેલા જુદી જુદી શાળાના સ્કાઉટ ગાઇડ તેમજ વિવેકાનંદ રોવર કૃના રોવર્સ અને રાણી લક્ષ્મીબાઇ રેન્જર ટીમના રેન્જર બહેનો ૨૧ જુન વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. વહેલી સવારે સ્પોર્ટસ વિભાગ દ્વારા થયેલ આયોજન બાદ શાળા કક્ષાએ બાળકોએ પ્રાણાયામ, ધ્યાન, સૂર્ય નમસ્કાર તેમજ બેસીને અને ઉભા ઉભા થઇ શકે તેવા આસનોનો અભ્યાસ કર્યો હતો.