જ્ઞાનમંદિર શૈક્ષણિક સંકુલ પીથલપુર દ્વારા શાળાનાં આચાર્ય જેઠવા રામભાઇનાં માર્ગદર્શન નીચે ધો.૧૨નાં વિદ્યાર્થીઓને દાઠા પોલીસ સ્ટેશનની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓમાં રહેલો પોલીસનો ડર દૂર થાય અને વિદ્યાર્થીઓને પોલીસ સમાજનો મિત્ર છે અને રક્ષક છે તે વિશે માહિતગાર થાય એ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ પંડ્યા અનિલભાઇ પરશોત્તમભાઇ દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની દરેક વિભાગની માહિતી આપવામાં આવી હતી. તેમજ સ્ત્રી સશક્તિકરણ અંતર્ગત બહેનો માટે વિશેષ સેલ્ફ પ્રોટેક્શન અંતર્ગત વક્તવ્ય આપવામાં આવ્યું હતું.