બોટાદ જીલ્લાના રાણપુરમાં આજે બપોરના વાતાવરણમાં એકાએક પલટો આવતા જોરદાર પવન બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.ધીમીધારે શરૂ થયેલા વરસાદ બાદ અચાનક બફારો વધતા લોકો રીતસરના પરસેવે રેબજેબ થતા જોવા મળ્યા હતા.ત્યારે લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ધોધમાર વરસાદ પડશે.