આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહરે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્ય પો.કો. શકિતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે કુંભારવાડા અમર સોસાયટી ખોડીયાર ચોકમા રસુલભાઇ ઉમરભાઇ શાહ અને મોહસીન સરવરભાઇ રહે.બન્ને કુંભારવાડા વાળાઓ મારૂતી ઇકો ફોર વ્હીલ રજી નં.જીજે-૦૧-કેએન-૬૮૭૨ મા ઇંગલીશ દારૂના જથ્થાની હેરફેર કરે છે. તેવી હકિકત મળતા કુંભારવાડા અમર સોસાયટી ખોડીયાર ચોક પાસે આવતા સફેદ કલરની મારૂતી ઇકો ફોર વ્હીલ રજી નં-જીજે-૦૧-કેએન-૬૮૭૨ માથી બે ઇસમો ઇંગલીશ દારૂની હેરફેર કરતા હોય મોહસીન સરવરભાઇ, રસુલભાઇ શાહ બંને પોલીસને જોઇ અંધારાનો લાભ લઇ ખાંચા ગલીમા નાસી ગયેલ અને મળી આવેલ સફેદ કલરની મારૂતી ઇકામાં તપાસ કરતા પાછળની ડીકીમા ભારતીય બનાવટની વિદેશી નંગ-૧૦૮ કી.રૂ. ૩૨,૪૦૦/-ની ગણી તેમજ મારૂતી ઇકો કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ગણી પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ છે. અને કુલ કિ.રૂ.૨,૩૨,૪૦૦/-નો મુદ્દામાલ મળી આવતા મજકુર બન્ને ઇસમો વિરૂભધ્ધમાં બોળ તળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહી .એકટ કલમઃ-૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧ મુજબ ગુન્હો નોઘોલ છે.