ઘોઘામાં રોડ રસ્તા કાદવ કીચડ અને ખાડાઓ ને લઇ ને લોકો ત્રાહિમામ

529

ઘોઘા માં સામાન્ય વરસાદ વરસતા જ નાની બજાર,મેઈન બજાર,મામલતદાર ઓફીસ નજીક,મેઈન બજાર જેવા અનેક વિસ્તાર માં ગારો,કીચડ અને પાણી ભરાયેલું રહેતા ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ઘોઘા માં ભૂગર્ભ ગટર બન્યા પછી વરસાદી પાણીના નિકાલ નો પ્રશ્ન ઉઠવા પામ્યો છે,ઘોઘા ગામ ના અમુક વિસ્તારો રોડ રસ્તાના કામો બાકી હોવાથી નીચાણવાળા શેરી અને માર્ગો માં પાણી ભરાતા ગંદકી થઇ રહી છે જેના કારણે રાહદારીઓ,વિદ્યાર્થીઓ અને રહેવાસી ઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે,આ ઉપરાંત સફાઈ કામગીરી સામે પણ લોકો માં રોષ જોવા મળી રહ્યો છે.

વરસાદી પાણી શેરીઓમાં ભરાયેલા રહેતા હોવાથી જે ગંદકી સર્જાઈ છે તેને કારણે રોગચાળા ની શક્યતા સેવાઇ રહી છે ત્યારે તંત્ર વહેલી તકે કુંભકર્ણ નિદ્રા માંથી ઉઠે અને વહેલી તકે યોગ્ય કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Previous articleઇકો કારમાં સંતાડેલા ઇગ્લીંશ દારૂનો જથ્થો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાંચ
Next articleખાડામાં પડી જતા ખૂંટીયાનું મોત