તા. ૬-ર-૧૮ના રાતરના ૧ર.૩૦ કલાકે ઉના બાજુથી સફેદ ડુંગળી ભરીને મહુવા માર્કેટ યાર્ડમાં લઈ જતા રસ્તામાં કથીવદર ગામે પુલ સાકડો હોય અને સામેથી આવી રહેલ ટ્રક વાળાએ હેડલાઈટનું ડિપર ન મારતા ડુંગળી ભરેલ ટ્રક ડ્રાઈવર અંજાઈ જતાં ટ્રક પુલ નીચે ખાબકયો હાલમાં નેસનલ હાઈવે ફોર ટ્રેક બનવા જઈ રહ્યો છે. એટલે તે પેલનું પણ કામ શરૂ હોય અને શરૂ કામમાં આ ટ્રક ધડાકાભેર અથડાયો હતો. ડ્રાઈવર કલીનર ટુક નિચે દબાઈ ગયેલ અને કથીવદરના ગ્રામજનોએ સમય સુચકતાથી ગણત્રીની મીનીટમાં દબાયેલા બન્ને વ્યકિતઓને હેમ ખેમ બહાર કાઢેલ. આ માનવતાનું કામ કરનાર નથુભાઈ, સોમાભાઈ, જદુરભાઈ, ભાણાભાઈ, બુધાભાઈ, બાબુભાઈ જેઠુરભાઈ વિગેરે કથીવદર ગ્રામજનોએ મહામુલીબેન બહાર કાઢી મહુવા સારવાર કરાવેલ.