મહુવા પો.સ્ટે.ના બળાત્કારના ગુનાનો ફરાર આરોપી અગતરીયાથી ઝડપાયો

652

આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પોલીસ સ્ટેશન  વિસ્તારમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યોન પો.કો. તરૂણભાઇ નાંદવા ત્થા ભદ્રેશભાઇ પંડયાને સયુંકત બાતમીરાહે હકિકત મળેલ કે, મહુવા પોલીસ સ્ટેશનના ઇ.પી.કો. બળાત્કારના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી વિક્રમભાઇ લાખાભાઇ બારૈયા રહે. અગતરીયા બસ સ્ટેશન ઉપર ઉભો  છે. તેવી હકિકત મળતા અગતરીયા ગામના બસ સ્ટેશન પાસેથી મજકરુ બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમને પકડી નામ પૂછતા વિક્રમભાઇ લાખાભાઇ બારૈયા ઉવ.૧૮ રહે. અગતરીયા તા. મહુવા વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી મહુવા પોલીસ સ્ટેશનમાં માં નોઘ કરાવી આગળની કાર્યવાહી માટે મહુવા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાયેલ હોય આગળની તપાસ થવા સારૂ મહુવા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

Previous articleભાવનગર : આખલોલ પુલમાં ઇકો કાર તણાઇ
Next articleતિલકનગરમાં લાઇટનાં અજવાળે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા