કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ જળ પ્લાવિત દિનની ઉજવણી કરાઈ

951
bvn822018-3.jpg

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા સંવર્ધિત કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર દ્વારા પ્રેરિત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા વિજ્ઞાનને સમાજ ઉપયોગી બનાવવા અને પર્યાવરણ પ્રત્યે લોક જાગૃતતા લાવવા ૧૬ વર્ષથી વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં વિવિધ વૈજ્ઞાનિક દિવસોની ઉજવણી કરવામાં આવે છે.
૨ ફેબ્રુઆરીને સમગ્ર વિશ્વમાં “વિશ્વ જળપ્લાવિત દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની ‘ ‘Wetlands for a Sustainable Urban Future’  થીમના આધારે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા શહેરની વિવિધ ઉચ્ચતર પ્રાથમિક શાળાઓ તથા પ્રાણીશાસ્ત્ર શાખમાં અભ્યાસ કરતા કોલેજના વિદ્યાર્થીઓ માટે વેળાવદર નેશનલ પાર્ક અને ભાવનગર આસપાસ આવેલ વિવિધ જળપ્લાવિત વિસ્તારોની મુલાકાતનું આયોજન કરી “વિશ્વ જળપ્લાવિત દિવસ” ની ઉજવણી કરાઈ હતી.
આ કાર્યક્રમમાં વેળાવદર ખાતે વનવિભાગના એસીએફ ત્રિવેદી સર અને આરએફઓ હરપાલસિંહ દ્વારા વિધાર્થીઓને યાયાવર પક્ષીઓની માહિતી સાથે ઘટતા જતા જલપ્લાવિત વિસ્તારોની ચિંતા અને તેના સંરક્ષણ માટે આપણી તૈયારી વિષે જણાવ્યું હતું. 

Previous articleરાજુલાના કથીવદર ગામે મોડીરાત્રીના પુલ પરથી ડુંગળી ભરેલ ટ્રક ખાબકયો
Next articleમહુવા શાળાના બાળકોને જેકેટની ભેટ