બોલિવુડ અભિનેત્રી રિચા ચડ્ડા હવે બોલિવુડમાં ચાલી રહેલી સ્પર્ધા વચ્ચે લાંબા સમય સુધી એક્ટિંગ કરવા માટે ઇચ્છુક નથી. તે નિર્માણ ક્ષેત્રે ઉતરીને સંઘર્ષની કેરિયરનો અંત લાવવા માટે ઇચ્છુક છે. તેની પાસે ફિલ્મો આવી રહી છે પરંતુ તે કોઇ પણ રીતે ટકી રહેવા માટે વધારે સમય સુધી સંઘર્ષ કરવા ઇચ્છુક નથી. રિચા કેરિયરની શરૂઆતમાં જ ફિલ્મ બનાવવાની ઇચ્છા ધરાવે છે. એક અભિનેત્રી તરીકે મોટી સફળતા ન મળતા તે હવે ફિલ્મ નિર્માણમાં કુદી પડવા માટે ઇચ્છુક છે. રિચા કહે છે કે તે ફિલ્મના નિર્માણમાં કુદીને કેરિયરની શરૂઆતમાં જોખમ લઇ રહી છે પરંતુ તે એક્ટિંગને પણ જારી રાખવા માટે ઇચ્છુક છે. રિચા પાસે હાલમાં કોઇ વઘારે ફિલ્મો હાથમાં નથી. ગેંગ્સ ઓફ વાસેપુરમાં પ્રથમ વખત કામ કર્યા બાદ તે હવે જુદા જુદા ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે તે ગેગ્સ ઓફ વાસેપુર બાદ જ નિર્માણ કરવા માટે ઇચ્છુક હતી. પરંતુ એ વખતે તે આ દિશામાં આગળ વધી શકી ન હતી. તે ૨૪ વર્ષની વયમાં જ નિર્માણ ક્ષેત્રે કુદી પડવા માટે ઇચ્છુક હતી. પાંચ વર્ષના લાંબા ગાળા બાદ હવે રિચા નિર્માણ ક્ષેત્રે વધી ચુકી છે. તે હાલમાં એક ટુંકી ફિલ્મ ખુન વાલી ચિઠ્ઠી બનાવી રહી છે. તેનુ કહેવુ છે કે ટુંકી ફિલ્મના નિર્માણ બાદ મોટી ફિલ્મ બનાવવા માટે વિચારણા કરવામાં આવનાર છે. તેનુ કહેવુ છે કે યુવા લોકોને આગળ આવવા માટે તે પ્રેરણા આપવા માંગે છે. યુવા લોકોએ હવે નિર્માણ માટેની જવાબદારી લેવી જોઇએ. તેનુ કહેવુ છે કે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પણ વ્યાપક સફળતાની તક રહેલી છે. ગેંગ્સ ઓફ વાસેપુરમાં તેની એક્ટિંગ કુશળતાની નોંધ લેવામાં આવી હતી. તેની ફુકરે ફિલ્મની પણ નોંધ લેવામાં આવી હતી. તે સિનેમાના જુદા જુદા પાસામાં અભ્યાસ કરી રહી છે. ફિલ્મ નિર્માણ કરવાની બાબત ચોક્કસપણે ખુબ શાનદાર છે.