મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.-૬ના ઘોરણ-૧ના ૫૭ બાળકોને દાતા કિરણભાઈ રાઠોડ તરફથી ૨૬મી જાન્યુઆરી નિમિતે અને શિયાળાની ઋતુને ધ્યાને રાખીને ગરમ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ પૂર્વ ધારાસભ્ય ભાવનાબેન મકવાણા અને કિરણભાઈના પત્નિ અરુણાબેનના હસ્તે કરવામાં આવ્યું હતું. શાળા નં.-૬ના આચાર્ય વિજયભાઈ વાઘેલા અને શાળાના સમગ્ર સ્ટાફે તથા એસ.એમ.સી.ના સભ્યોએ તેમનો આભાર વ્યક્ત કરેલ.