ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં અબજોના કૌભાંડ મામલે સેશન્સ કોર્ટે ૫ આરોપીઓના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે ઝ્રૈંડ્ઢ ક્રાઇમે ૧૪ દિવસના રિમાન્ડની માગ કરી હતી. આતશ નોર કંટ્રોલ લિમિટેડ દ્વારા અબજો રૂપિયાની ગેરરીતિ કર્યા હોવાની વાત સામે આવી હતી. ય્સ્મ્ના સુપ્રિટેન્ડન્ટ એન્જિનીયર હર્ષદ રાજપાલની ધરપકડ થઇ હતી. તત્કાલીન ચીફ નોટિકલ ઓફીસર સંદીપચંદ્ર માથુર પણ ઝડપાયો હતો. જીનોફર કવાઝી, જુબીન, સુદર્શન અને રેખાની ધરપકડ પણ થઇ હતી. મેરિટાઇમ બોર્ડની ઇજારાશાહી ધરાવતી કંપનીએ કંટ્રોલ રૂમ ન બનાવીને ૧૩૪ કરોડનું કૌભાંડ આચર્યું છે.
મેરિટાઇમબોર્ડની કંપનીએ ૩ વર્ષના ગાળામાં ગેરકાયદે અંદાજિત ૧૩૪.૪૮ કરોડ ઉઘરાવ્યા હતા. આ મામલે ક્રાઇમ બ્રાંચ અને છ્જીની ટીમ ટીમ દ્વારા ય્સ્મ્ના સુપ્રિટેંડન્ટ એન્જિનીયર હર્ષદ રાજપાલ અને તત્કાલીન ચીફ નોટિકલ ઓફીસર સંદીપચંદ્ર માથુરની ધરપકડ કરાઇ હતી. જોકે બોર્ડ દ્વારા ખંભાતના અખાતમાં મુસાફરી કરતા માલવાહક જહાજો, વેસલ્સ અને બોટની સુરક્ષા માટે સાથે અનધિકૃત વેસલ્સ અને જહાજોનું મોનિટરિંગ કરવા માટે વેસલ્સ ટ્રાફિક એન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે માટે ટેન્ડર પ્રક્રિયા હેઠળ આતશ નોરકંટ્રોલ લિમિટેડે એગ્રીમેન્ટ કર્યું હતું. પરંતુ તેમણે પ્રોજેક્ટનું રોકાણ ૧૦૦ કરોડથી વધારીને ત્રણ વર્ષ સુધી ૧૩૪.૩૮ કરોડ લઇને કામ પૂર્ણ ન કર્યું. આતશા નોરકંટ્રોલ કંપનીને રૂ.૧૦૦ કરોડના રોકાણ સામે ઈકવીટીના વાર્ષિક ૧૫ ટકા જેટલો રીર્ટન મળવાપાત્ર હતો જો પ્રોજેકટનો ખર્ચ રૂ.૧૦૦ કરોડથી ઓછો થાય તો વીટીએસ ફી ઘટાડાશે નહીં તેવી શરતો મુકવામાં આવી હતી. જો પ્રોજેકટ ખર્ચ રૂ. ૧૦૦ કરોડથી વધી જાય તો આતશા નોરકંટ્રોલ લિમિટેડને વીટીએસ ફી વધારવાની છુટ મળશે નહીં. મહત્વનું છે કે, તે જે ફી વર્ષ દરમિયાન ઉધરાવશે તેના ૨૦ ટકા હિસ્સો મેરિટાઈમ બોર્ડને આપવાનો રહેશે તેવો કોન્ટ્રાક્ટ થયો હતો. આતશ નોરકંટ્રોલે પ્રોજેક્ટનું રોકાણ રૂ.૧૦૦ કરોડ સુધી પહોંચાડવા માટે આકાશ પેલેસ ડેવલોપર્સ પ્રા.લિ અને ચારધામ ડેવલોપર્સ પ્રા.લિ. કંપનીઓના ૧૬.૩૧ કરોડના આઠ ખોટા ઈન્વોઈસીસ ઉભા કર્યા હતા. વર્ષ ૨૦૧૫-૧૬થી ૨૦૧૮-૧૯ સુધી ત્રણ વર્ષ દરમિયાન ફી ઉધરાવી ગેરકાયદેસર રીતે ૧૩૪.૩૮ કરોડની કમાણી કરી લીધી હતી.